AHMEDABAD RAIN : સાબરમતી નદીમાં ભરપુર પાણીની આવક, વાસણા બેરેજના ૩ દરવાજા ખોલાયા,નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા     

0
203
AHMEDABAD RAIN
AHMEDABAD RAIN

AHMEDABAD RAIN :  રાજ્યમાં ચોમાસું મન મુકીને વરસી રહ્યું છે, ત્યારે રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણીની ભરપુર આવક થઈ છે. નદીમાં પાણીની આવક વધતાં હાલમાં નદીની સપાટી 132.50 ફૂટ સુધી પહોંચી છે. જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના ત્રણ ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2970 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

GUJARAT RAIN

AHMEDABAD RAIN :  સાબરમતીમાં પાણી છોડવાના પગલે અમદાવાદ જિલ્લાના દસક્રોઇ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. નદીકિનારે આવેલાં સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે,

AHMEDABAD RAIN :  અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા વાસણા બેરેજમાં વધેલી પાણીની આવકના પગલે સિંચાઈ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સાબરમતી નદીમાંથી 2970 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે.

GUJARAT RAIN

સાબરમતી નદીકિનારે આવેલા દસક્રોઇ અને ધોળકા તાલુકાનાં ગામોમાં વધારે અસર કરે તેવા છે. વટવા અને વેજલપુર સહિત આસપાસનાં ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે. નદીના નીચાણવાળા વિસ્તારોમાં અને ગામોમાં સાવચેતીનાં પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે.

AHMEDABAD RAIN :  ક્યાં છે વરસાદની આગાહી

GUJARAT RAIN

AHMEDABAD RAIN:  હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થઇ શકે છે. હાલ બંગાળીમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી દિવસમાં રાજ્યમાં મેઘરાજા વિરામ લઇ શકે છે. જો કે ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો