Ahmedabad Police Transfers: શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ પોલીસ મથકો અને મહત્વની શાખાઓમાં ફરજ બજાવતા **27 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)**ની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.
Ahmedabad Police Transfers: ઇન્ચાર્જ રાજનો અંત, નવા અધિકારીઓની નિમણૂક

આ બદલીમાં સૌથી મહત્વનું પાસું એ છે કે, અમદાવાદના જે પોલીસ સ્ટેશનો છેલ્લા કેટલાક સમયથી ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે ચાલતા હતા, ત્યાં હવે પૂર્ણકાલીન PIની નિમણૂક કરી દેવામાં આવી છે. આ ફેરફારથી સ્થાનિક ગુનાખોરી ડામવા અને વહીવટી કામગીરીમાં વેગ આવશે તેવી શક્યતા છે.
8 ‘લીવ રિઝર્વ’ અધિકારીઓને જવાબદારી
લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહેલા અથવા રજા પર ઉતરેલા 8 લીવ રિઝર્વ PIને પણ આ યાદીમાં સમાવી લેવામાં આવ્યા છે. આ અધિકારીઓને શહેરના વિવિધ વિસ્તારોમાં મહત્વની જવાબદારીઓ સોંપીને ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ પણ વાંચો :રાજકોટમાં ઐતિહાસિક મેગા ડિમોલિશન જંગલેશ્વરના 1400થી વધુ મકાનો પર ચાલશે બુલડોઝર




