Ahmedabad news:મતદાર યાદી સઘન સુધારણા પૂર્ણ, છતાં અમદાવાદમાં 10 લાખ મતદારો ગાયબ

0
210
Ahmedabad
Ahmedabad

Ahmedabad news :રાજ્યના કુલ મતદારોમાં 12 ટકાથી વધુ હિસ્સો ધરાવતા અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ પૂર્ણ થયા બાદ પણ 10 લાખથી વધુ મતદારો ‘અનમેપ્ડ’ હોવાનું સામે આવ્યું છે. આ મતદારોના સરનામા તથા પુરાવા એકત્ર કરવા માટે 16 ડિસેમ્બર સુધી વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ હેઠળ 100 ટકા કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. તેમ છતાં નોંધાયેલા મોટા પ્રમાણમાં મતદારોના ફોર્મ પરત ન આવતા ચિંતા ઉભી થઈ છે.

Ahmedabad news

Ahmedabad news:કુલ મતદારો અને ફોર્મ પરત આવવાની સ્થિતિ

અમદાવાદ જિલ્લામાં કુલ 62,59,620 મતદારો નોંધાયેલા છે. તેમાંમાંથી 47,01,386 મતદારોના એન્યુમરેશન ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જ્યારે 14,58,269 મતદારોના ફોર્મ પરત આવ્યા નથી.

ફોર્મ પરત ન આવનારા મતદારોને એએસડી (ASD) તરીકે ગણવામાં આવ્યા છે, જેમાં

  • મૃત્યુ પામેલા,
  • ગેરહાજર,
  • કાયમી ધોરણે સ્થળાંતરિત,
  • તથા અન્ય કારણોસર સંપર્કમાં ન આવનાર મતદારોનો સમાવેશ થાય છે.

10.43 લાખ ‘અનમેપ્ડ’ મતદારો પર ખાસ ધ્યાન

Ahmedabad news

જિલ્લામાં 10,43,427 મતદારો ‘અનમેપ્ડ’ હોવાનું સામે આવતાં તંત્ર દ્વારા આ મુદ્દે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ મતદારોના રહેઠાણ અને ઓળખ સંબંધિત પુરાવા મેળવવા માટે બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા 16 ડિસેમ્બર સુધી વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

Ahmedabad news:મતદાર સહાયતા કેન્દ્રો કાર્યરત

મતદારોને સરળતા રહે તે માટે અમદાવાદ કલેક્ટર કચેરી, જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ તેમજ અન્ય સરકારી કચેરીઓ ખાતે ખાસ મતદાર સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. અહીં મતદારો પોતાના દસ્તાવેજો રજૂ કરી શકશે તેમજ જરૂરી માર્ગદર્શન મેળવી શકશે.

Ahmedabad news:19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે

તંત્ર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, 19 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. આ યાદી તમામ સહાયતા કેન્દ્રો પર ઉપલબ્ધ રહેશે. મતદારો પોતાની વિગતો તપાસી વાંધા કે હક-દાવાઓ રજૂ કરી શકશે.

ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને મતદાર યાદીની શુદ્ધતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Abhishek Sharma: વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ ખતરામાં, અભિષેક શર્મા ઈતિહાસ રચવાથી માત્ર 87 રન દૂર