રખડતા ઢોરના ત્રાસને ડામવા અમદાવાદ મનપા બાઉન્સરો રાખશે

0
161

રાજ્યમાં રખડતા ઢોરોનો આતંક વધી ર્હયો છે.નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.ત્યારે રખડતા ઢરોનો આતંક ડમાવા એએમસીએ મહત્વનો નિર્ણય લીધો છે.રખડતા ઢોરના ત્રાસના ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બાઉન્સરોનો કરશે ઉપયોગ. ગુજરાત સ્ટેટ લેગલ સર્વિસીસ ઓથોરિટીએ જાહેર કરેલા 96 જેટલા સ્થળોને કોર્પોરેશને રખડતા ઢોરના ત્રાસ અંગેના હોટસ્પોટ માન્યા છે. આ 96 સ્થળોએ બે શિફ્ટમાં બાઉન્સર કામ કરશે. કોર્પોરેશને રખડતા ઢોરના ત્રાસના ડામવા માટે બનેલી નવી નીતિ પણ કોર્ટના રેકોર્ડ પર મૂકી છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટી અને આ જનરલ બોર્ડની મંજૂરીથી નીતિનો અમલ થશે તેવી પણ સોગંદનામાંમાં કબૂલાત કરવામાં આવી છે.