ક્રુડ ઓઈલ થશે મોંઘુ ?સાઉદી સહિત 23 દેશો ક્રૂડનું ઉત્પાદન કરશે ઓછું

0
131

તેલની કિંમતમાં પ્રતિ બેરલ 10 ડોલર સુધીનો વધારો થવાની સંભાવના

સાઉદી, રશિયા સહિતના ઓપેક પ્લસના સભ્ય દેશોએ આગામી સમયમાં તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ઓપેક પ્લસની આ જાહેરાતથી સમગ્ર વિશ્વની ચિંતા વધી ગઈ છે. સંગઠનના આ પગલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 8 ટકાનો વધારો થયો છે. સાઉદી અરેબિયા સહિત 23 દેશો દ્વારા તેલ ઉત્પાદન ઘટાડવાના નિર્ણય પછી, લગભગ 190 મિલિયન લિટર ક્રૂડ ઓઇલનું ઉત્પાદન દરરોજ ઘટશે. તેની સીધી અસરથી તેલની કિંમતમાં પ્રતિ બેરલ 10 ડોલર સુધીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ભાવ વધારાથી તેની  અસર ભારતમાં આગામી સમયમાં જોવા મળી શકે છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.