ટેક્ષ ન ભરનારની મિલકત હરાજી કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્ષ ન ભરનારા મિલકત માલિકો સામે હવે કડક પગલાં ભરશે. જે અંતર્ગત કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના ટેક્ષ ન ભરનારા ડીફોલ્ટર્સ સામે અંતિમ નોટીસ આપીને સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે
ત્યાર બાદ પણ ટેક્ષ નહિ ચૂકવાય તો મહેસુલી બોજો બતાવીને મિલકતની હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ કોમર્શીયલ મિલકતોનો 3,95 કરોડ રૂપિયાનો વેરો તંત્રને નામે બાકી બોલે છે અને તે વસુલવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અહી ઉલ્લેખનીય છેકે તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્ષ અંગે શહેરીજનોને બાકી લેણા અંગેના બિલ ચાલુ વર્ષે મોકલી દેવામાં આવ્યા છે અને રહેણાક વિસ્તાર અને કોમર્શીયલ મિલકતો માટે એડવાન્સ ટેક્ષ અને સમયસર ટેક્ષ ભરવા અંગેની લાભદાયી યોજનાઓનો લાભ લેવા પણ વિનંતી કરવામાં આવી હતી.
શહેરીજનોએ આ યોજના હેઠળ તંત્રની તિજોરી ટેક્ષ ભરીને છલકાવી પણ છે પરંતુ કેટલાક ડીફોલ્ટર્સનો વર્ષોથી ટેક્ષ બાકી છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવી છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર . લાઈવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ