Ahmedabad Metro:અમદાવાદમાં આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રમાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી હાઈ-વોલ્ટેજ મેચોને પગલે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સ્ટેડિયમ આવતા દર્શકો માટે મેટ્રોના સમયમાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Ahmedabad Metro:મધરાત્રિના ૧૨:૩૦ સુધી દોડશે મેટ્રો

સામાન્ય રીતે મેટ્રો ટ્રેન રાત્રે ૧૦ વાગ્યે બંધ થઈ જાય છે, પરંતુ વર્લ્ડ કપની મેચોના દિવસે પ્રેક્ષકો સરળતાથી ઘરે પહોંચી શકે તે માટે સેવાઓ લંબાવવામાં આવી છે.
- કઈ તારીખોએ સુવિધા મળશે: 9, 11, 14, 18, 22, 26 ફેબ્રુઆરી અને 8 માર્ચ (ફાઈનલ મેચ) ના રોજ મેટ્રો સેવાઓ કાર્યરત રહેશે.
- સમય: આ નિર્ધારિત દિવસોમાં મેટ્રો ટ્રેન મધરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી દોડશે.
Ahmedabad Metro:સ્પેશિયલ મેટ્રો રૂટ અને સમય
રાત્રિના ૧૦ વાગ્યા પછી નીચે મુજબના રૂટ પર સ્પેશિયલ ટ્રેનો દોડશે:
- મોટેરા સ્ટેડિયમથી APMC: રાત્રે ૧૦:૦૦ થી મધરાત્રિના ૧૨:૨૦ સુધી.
- ઓલ્ડ હાઈકોર્ટથી વસ્ત્રાલ ગામ/થલતેજ ગામ: રાત્રે ૧૦:૦૦ થી મધરાત્રિના ૧૨:૫૦ સુધી.
- ગાંધીનગર (મહાત્મા મંદિર) માટે: મોટેરાથી રાત્રે ૧૧:૪૦ અને ૧૨:૧૦ કલાકે બે વધારાની ટ્રેન ઉપડશે.
એન્ટ્રી અને ટિકિટ માટેના ખાસ નિયમો
રાત્રે ૧૦ વાગ્યા પછી મુસાફરી કરવા માંગતા લોકોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડશે:
- એન્ટ્રી પોઈન્ટ: રાત્રે ૧૦:૦૦ પછી માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ ટ્રેનમાં પ્રવેશ મળશે. ઉતરવા માટે કોઈપણ કાર્યરત સ્ટેશનનો ઉપયોગ કરી શકાશે.
- સ્પેશિયલ પેપર ટિકિટ: રાત્રે ૧૦ વાગ્યા પછી સામાન્ય સ્માર્ટ કાર્ડ કે QR ટિકિટ ચાલશે નહીં. મુસાફરોએ રૂ. ૫૦ની ફ્લેટ રેટવાળી સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદવી પડશે.
- અગાઉથી ખરીદી: લાંબી લાઈનોથી બચવા માટે આ પેપર ટિકિટ મેચના દિવસે અગાઉથી કોઈપણ સ્ટેશન પરથી ખરીદી શકાશે.
આ પણ વાંચો :સ્પેશિયલ-26 સ્ટાઈલ લૂંટનો પ્રયાસ સુરતના ગ્લોબલ માર્કેટમાં ઈન્કમટેક્સની નકલી ફાઈલો સાથે ઠગ પકડાયો.




