અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ

0
160

કેમ્પ હનુમાન મંદિર અને શાહીબાગ BAPS સ્વામીનારાયણ મંદિર પાસે ફૂટ ઓવર બ્રિજ બનશે

૩.૯૪ કરોડના ખર્ચે બંને સ્ટીલ ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે

અમદાવાદમાં વિકાસના કામોને વેગ આપવા AMCની રોડ અને બિલ્ડીંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં વરસાદ પહેલા રોડ પરના દબાણ હટાવી રોડના કામો 30 જૂન સુધીમાં  કામો પૂર્ણ કરવાની સૂચના અપાઈ છે. જ્યારે શહેરના કેમ્પ હનુમાન મંદિર તેમજ શાહીબાગ BAPS સ્વામીનારાયણ મંદિર પાસે ફૂટ ઓવર બ્રિજ બનાવવા અંગેની પણ જાહેરાત કરવામાં આવશે. કેમ્પ હનુમાન મંદિર પાસે 600 ડાયામીટર, જ્યારે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર   રાજસ્થાન હાઇસ્કુલના ગેટ પાસે પણ 600 ડાયામીટરનો સ્ટીલ સ્ટ્રક્ચરનો  ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. ૩.૯૪ કરોડના ખર્ચે બંને સ્ટીલ ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. રોડ કમિટીમાં વિવાદિત એજન્સી મલ્ટી મીડિયા કંપનીને ડિઝાઇન બનાવવાનું કામ સોંપતા ચેરમેન મહાદેવ દેસાઈએ આ એજન્સીને 1 વર્ષ પહેલાં કામ સોંપ્યું હતું. આ અંગે કોઈ પણ પ્રકારનો વિવાદ નથી. શહેરમાં ગુરુકુલ, ઇસનપુર અને અનિલ સ્ટાર્ચ રોડ પર ત્રણ વાઈટ ટોપિંગ RCC રોડનું કામ પૂરું કરવામાં આવ્યું છે.