ઇસનપુર રામગીરી ચુનારા વાસના લોકોએ દાણાપીઠ કચેરીએ વિરોધ કર્યો
અમદાવાદ શહેરના ભૈરવનાથ રોડ પર આવેલ રામગીરી ચુનારાવાસના લોકો દ્વારા પ્રધાનમંત્રી આવાસ ની યોજના નો વિરોધ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ કચેરીએ પહોંચ્યા હતા.
મોટી સંખ્યા મહિલાઓ, સ્થાનિક લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા .પરંતુ મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટીમાં હોવાના કારણે સ્થાનિક લોકોને મળી શક્યા નહીં.
સ્થાનિક લોકોએ પોતાના વિરોધ દર્શાવ્યો કે ઇસનપુર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ રામગીરી ચુનારાવાસ ના 300 જેટલા મકાનોને જબરજસ્તીથી તોડી પાડવા મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ તેમજ ઇસનપુર પોલીસ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ કર્યો .
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગમે તે ભોગે બિલ્ડરને લાભ આપવા અહીંના 300 મકાનોને તોડી પાડવા સ્થાનિક લોકો ઉપર દબાણ કરી રહ્યા છે. જોકે અહીંના પરિવારો નું કહેવું છે કે અહીં સ્મશાનની જગ્યા હોવાના કારણે ટ્રસ્ટમાં આવતી જગ્યા છે
અહીંના લોકો પોતાના મકાન છોડીને જવા તૈયાર નથી.તે અંગે મ્યુનિસિપલ કમિશનર તેમજ હાઉસિંગ સેલમાં પોતાની આવેદનપત્ર સોંપ્યું.
હતું
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ
સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ