Home State Gujarat Ahmedabad Crime:  લગ્નની જીદમાં પ્રેમી બન્યો દુશ્મન, યુવતીના વાંધાજનક તસવીરો સોશિયલ મીડિયા...

Ahmedabad Crime:  લગ્નની જીદમાં પ્રેમી બન્યો દુશ્મન, યુવતીના વાંધાજનક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યાં

0
386
Crime
Crime

Ahmedabad Crime:  અસલાલી પ્રેમસંબંધોમાં વિશ્વાસભંગ અને બદનામીની એક ચોંકાવનારી ઘટના અમદાવાદના અસલાલીમાંથી સામે આવી છે. એકતરફી પ્રેમ અને લગ્નની જીદમાં અંધ બનેલા એક પ્રેમીએ તમામ હદો વટાવી દીધી છે. પ્રેમીના પરિવારજનો લગ્ન માટે તૈયાર ન થતાં, આરોપી યુવકે યુવતીને બદનામ કરવા અને લગ્ન માટે દબાણ કરવાના ઈરાદે તેના વાંધાજનક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. આ મામલે પીડિત યુવતીએ ધોળકાના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

Ahmedabad Crime

Ahmedabad Crime: શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, 22 વર્ષીય પીડિત યુવતી છેલ્લા પાંચ વર્ષથી ધોળકાના રહેવાસી યોગેશ વાઘેલા સાથે પ્રેમ સંબંધમાં હતી. જોકે, યુવતીના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધમાં હોવાથી યુવતીએ યોગેશથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપી યોગેશ તેને લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહ્યો હતો.

જ્યારે યુવતીએ લગ્નની ના પાડી, ત્યારે આરોપી યોગેશે તેની આબરૂ ખરાબ કરવાની ધમકી આપી હતી. આ ધમકીને સાચી ઠેરવતા, આરોપીએ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને તેના પર યુવતીના વાંધાજનક તસવીરો તેમજ વીડિયો અપલોડ કરી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Ahmedabad Crime

Ahmedabad Crime: કેવી રીતે શરૂ થયો પ્રેમ સંબંધ?

યુવતી અને આરોપી યોગેશની પ્રથમ મુલાકાત પાંચ વર્ષ પહેલા એક લગ્ન પ્રસંગમાં થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી યુવતીને છૂપી રીતે મોબાઈલ ફોન મોકલાવી વાતચીત કરતો હતો. જો કે, પરિવારને જાણ થતા તેઓએ ફોન લઈ લીધો હતો, તેમ છતાં આરોપી ગમે તે રીતે યુવતી સાથે સંપર્ક ચાલુ રાખતો હતો. આ પછી વાતચીત દરમિયાન આરોપીએ યુવતીના વાંધાજનક વીડિયો કોલ રેકોર્ડ કરી લીધા હતા, જેનો ઉપયોગ તેણે યુવતીને બ્લેકમેલ કરવા માટે કર્યો હતો.

Ahmedabad Crime: પોલીસ કાર્યવાહી:

આરોપી યોગેશ વાઘેલા સામે પીડિત યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આવા કિસ્સાઓ સમાજમાં સાયબર ક્રાઈમ અને વ્યક્તિગત સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે.

આ પણ વાંચો :Private Schools:રાજ્યની ખાનગી સ્કૂલો ફી છુપાવી નહીં શકે: FRCએ 5,780 સ્કૂલની ફી ઓનલાઈન જાહેર કરી, તમારા સંતાનની ફી આ રીતે કરી લો ચેક

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે