Ahmedabad Chandola Lake : મની લોન્ડરિંગનો ધંધો ચલાવતા હતા બાંગ્લાદેશીઓ #chandolalake, #bangladeshi, #madhyapradesh, #pahalgamterroracttack,

0
107
Ahmedabad Chandola Lake
Ahmedabad Chandola Lake

Ahmedabad Chandola Lake : મની લોન્ડરિંગનો ધંધો ચલાવતા હતા બાંગ્લાદેશીઓ. Ahmedabad Chandola Lake ગુજરાત – જેસીપી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ, શરદ સિંઘલ કહે છે, “અમને માહિતી મળી હતી કે ઘણા લોકો મધ્યપ્રદેશથી મોટી માત્રામાં હથિયારો સાથે અમદાવાદ આવી રહ્યા છે. તે માહિતીના કારણે અમદાવાદ પોલીસને 3 કેસ ઉકેલવામાં સફળતા મળી છે… અમે મધ્યપ્રદેશ પોલીસના સંપર્કમાં છીએ.”

Ahmedabad Chandola Lake અમદાવાદના ચંડોળામાં તંત્ર ધ્વારા મેગા ડિમોલીશન કરવામાં આવ્યું છે અને કરોડોની સરકારી જમીન પર જપ્ત કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘએ કહ્યું કે અહીં ઘણા ડ્રગ્સના કેસ થયા છે, છેલ્લા 6 માસમાં ઘણા કેસ થયા છે. આ એટલો ગીચ વિસ્તાર હતો અને પોલીસ કે એજન્સી જાય તો સ્થાનિક એલર્ટ કરી દેતા હતા. દેહ વ્યાપારનું મોટું રેકેટ પણ અહી ચાલતું હતું.

Ahmedabad Chandola Lake
Ahmedabad Chandola Lake

૧૫૦ થી વધારે ગેરકાયદે બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું

Ahmedabad Chandola Lake ગત 26 તારીખે 3 વાગ્યાથી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને શકમંદ બાંગ્લાદેશીઓને પકડી લેવામાં આવ્યા હતા. 150થી વધારે ગેરકાયદે બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે અને હાલમાં 250 લોકોની પૂછપરછ ચાલી રહી છે. બાકીના પાસે દસ્તાવેજ હતા તો છોડી દીધા છે. લાલા બિહાર અને તેના પુત્ર ખોટા દસ્તાવેજ બનાવતા હતા, હાલમાં તેના દીકરાની અટકાયત કરવામાં આવી છે. અહીં ઘણા ઘરોમાં ઘૂસણખોર રહે છે અને આજે મોટી કોમ્બિંગ કરવામાં આવી છે. AMC કલેકટર અને પોલીસ દ્વારા સરવે કરવામાં આવ્યું હતું. અહીં ઘણા દબાણ ઊભા કરવામાં આવ્યા હતા. આજ સવારથી AMC કમિશનરની સૂચનાથી 49 જેટલા જેસીબી અને અલગ અલગ ટીમ બનાવી હતી અને કુલ 2000થી વધારે પોલીસ આ ઓપરેશનમાં સામેલ હતા.

આકરી ગરમીમાં તમામ ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ

ઉનાળાની 45 ડિગ્રી તાપમાનમાં તમામ ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે, જ્યાં સુધી બીજી વ્યવસ્થા ના થાય તેના માટે AMCએ અન્ય વ્યવસ્થા કરી છે. અત્યાર સુધીમાં આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યાં સુધી દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે. આ જગ્યા શ્રી સરકાર જગ્યા છે અને AMCને આપવામાં આવી હતી. એસ્ટેટ વિભાગની જવાબદારી હોય છે કે દબાણ ના થાય અને પોલીસની જવાબદારી છે કે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જળવાઈ રહે તે જવાબદારી પોલીસની હોય છે. ત્યારે જો ખોટા દસ્તાવેજમાં જો કોઈ સરકારી કર્મચારી સંડોવાયેલા હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે. 2022માં અમે 2 કેસ કર્યા હતા અને અનેક વિગત મેળવી હતી અને ફોકસ આ એરિયામાં વધાર્યું હતું અને ગેરકાયદે વીજ જોડાણ લીધા હોવાના પણ સામે આવ્યું છે.

AHMEDABAD : ચંડોળા તળાવ વિસ્તારમાં દાદાનું બુલડોઝર

અમદાવાદ ચંડોળા તળાવ વિસ્તારમાં દાદાનું બુલડોઝર