Ahmedabad :  હવે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જાણો પોલીસ શું કરી રહી છે  

0
780
ahmedabad airport
ahmedabad airport

Ahmedabad  : અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદ સહિત દેશના અન્ય એરપોર્ટના સત્તાવાર આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઉડાવી દેવાના ધમકી ભર્યા મેલથી દેશની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે.

ahmedabad airport

ફરી એકવાર Ahmedabad એરપોર્ટને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. આ ધમકીને કારણે એરપોર્ટ પર અફરાતરફી જેવો માહોલ સર્જાયો હતો. એરપોર્ટ પર બોમ્બ હોવાના મેસેજની ચર્ચાએ જોર પકડતા પેસેન્જર્સ પણ અફરાતફરી મચાવતા થતાં જોવા મળ્યાં. આજે સવારે Ahmedabad એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની પોલીસને ધમકી મળી હતી. જેને કારણે પોલીસ તંત્ર પણ સફાળુ જાગ્યું હતું. 

police airport

Ahmedabad  એરપોર્ટની સુરક્ષામાં કરાયો વધારો

Ahmedabad એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો પોલીસને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જેના પગલે પોલીસે એરપોર્ટ પર ચેકીંગ કર્યું હતું. જોકે, ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેમ છતાં પણ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

જોકે, પોલીસ દ્વારા સમગ્ર મામલાની જીણવટ ભરી તપાસ કરવામાં આવી. પોલીસની સઘન તપાસમાં બોમ્બની ધમકીની વાત અફવા હોવાનું ખુલ્યું છે. બૉમ્બ સ્કોડ અને પોલીસની ટીમે અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન કર્યું છે. પોલીસની તપાસમાં બોમ્બની અફવા હોવાનું ખુલ્યું છે. એરપોર્ટ પોલીસે અફવાને લઈને ફરિયાદ નોંધી છે. જોકે મેલ આવ્યા બાદ ટોચની સુરક્ષા એજન્સીઓની બેઠકોનો દોર શરૂ થયો છે. સાયબર સેલની મદદથી મેલ મોકલનારનું પગેરું મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

police 1

ઉલ્લેખનીય છે કે, મંગળવારે RBI ઓફિસને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી. મુંબઈમાં RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને ઉડાવી દેવાની ધમકી મળી હતી. મુંબઈમાં RBIની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જેમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.

તમે આ પણ વાંચી શકો છો

zomato :  ફૂડ એપ zomatoને સરકારની નોટીસ ,402 કરોડની GST ની નોટીસ