દેવેન્દ્ર ફડણવીસ પર હુમલા બાદ ભાજપે આપી ઉદ્ધવ ઠાકરેને ચેતવણી

0
293

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પ્રશ્નો ઉભા કરીને તેમના રાજીનામાંની માંગ કરી હતી. ત્યારે હવે, મહારાષ્ટ્ર ભાજપ તરફથી પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપવામાં આવી છે કે, જો ઉદ્ધવ ઠાકરે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર વ્યક્તિગત હુમલો કરશો તો તેમનું ઘરેથી નીકળવું મુશ્કેલ થઈ જશે. મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું હતું કે, પહેલીવાર અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસ પર વ્યક્તિગત હુમલો કરવા બદલ ઉદ્ધવ ઠાકરેને માફ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જો તેઓ આ વાતને રિપીટ કરશે તો અમે સહન નહીં કરીએ. જો તેમણે ફડણવીસ પર ફરીથી વ્યક્તિગત હુમલો કર્યો તો અમે તેમનું ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ કરી દઈશું. ચંદ્રશેખર બાવનકુલેએ ઉદ્ધવ ઠાકરેને ફડણવીસ પર વ્યક્તિગત હુમલો કરવાની પડકાર આપ્યો હતો.