#bharat #pahalgam #india #pakistan #indopaktension #indopakwar પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ રીતસરનું છેડી દીધું છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ તબક્કાવાર પગલાં લીધા અને તેના ફરતે ગાળીયો કસ્યો છે. ગૃહમંત્રાલયે બુધવારે સમગ્ર દેશમાં મોક ડ્રિલની જાહેરાત કરી છે.
પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ નિશ્ચિત મનાય છે ત્યારે દેશવાસીઓને એક સવાલ થઈ રહ્યો છે કે શું વર્તમાન સરકાર 1971નું પુનરાવર્તન કરી શકશે? 1971માં પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે ભારે અવિશ્વાસની સ્થિતિ હતી. વધુમાં પાકિસ્તાની સૈન્યે પૂર્વીય પાકિસ્તાન પર ભારે અત્યાચાર શરૂ કર્યા હતા.
આ સમયમાં પૂર્વીય પાકિસ્તાનમાંથી લાખો લોકો બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં શરણાર્થી બન્યા હતા. ભારત પૂર્વીય પાકિસ્તાનના મુસ્લિમોના બચાવમાં આગળ આવતા પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો, પરંતુ ભારતે તેને જડબાતોડ જવાબ આપ્યો અને માત્ર 13 જ દિવસમાં પાકિસ્તાને હથિયાર હેઠા મુકી દેવા પડ્યા. પૂર્વીય પાકિસ્તાનમાં કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીએ 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય સૈન્યની પૂર્વીય કમાન જેઓસીના લેફ્ટનન્ટ જનરલ જે. એસ. અરોરા સમક્ષ સરન્ડર કરી દીધું અને 93,000 સૈનિકોએ ભારત સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
આ યુદ્ધે પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે શરમજનક સ્થિતિમાં મૂકી દીધું હતું. રસપ્રદ બાત એ છે કે પાકિસ્તાનમાં વર્તમાન સમયમાં પણ કંઈક આવી જ સ્થિતિ સર્જાઈ છે. બલુચિસ્તાનમાં બલોચ જાતિ પાકિસ્તાની સૈન્યના અત્યાચારોનો સામનો કરી રહી છે.
આવા સમયે પાકિસ્તાને ભારતના પહલગામમાં આતંકી હુમલો કરી ભારત સાથે યુદ્ધની પરિસ્થિતિ ઊભી કરી છે. વર્તમાન મોરચે ભારત સરકારે પાકિસ્તાન સામે લગભગ યુદ્ધની તૈયારીઓ કરી લીધી છે ત્યારે એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું 54 વર્ષે વર્તમાન સરકાર ફરી પાકિસ્તાનમાંથી બલુચિસ્તાન અલગ થશે? દુનિયાને બલુચિસ્તાન સ્વરૂપે નવો દેશ મળશે?









શું ભારત 1971નું પુનરાવર્તન કરી શકશે? ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ કરશે?
1971માં માત્ર 13 દિવસમાં પાકિસ્તાન હારી ગયું હતું
દુનિયાને બાંગ્લાદેશ નામથી નવો દેશ મળ્યો
આ વખતે દુનિયાને બલુચિસ્તાન દેશ મળશે? ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ માં ?
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે