નરોડા ગામ હત્યાકાંડ 21 વર્ષ બાદ આજે SIT કોર્ટ ચુકાદો આપશે

    0
    135

    ગોધરા કાંડ બાદ વર્ષ 2002માં થયેલા નરોડા ગામ હત્યાકાંડ મામલે સિટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ અને SITના સ્પેશિયલ જજ શુભદા બક્ષી 68 આરોપીઓ સામેનો ચુકાદો આજે 20મીના રોજ જાહેર કરશે. નરોડા ગામના ચુકાદાને ધ્યાને રાખીને સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં સવારથી પોલીસ બંદોબસ્ત મગાવવામાં આવ્યો છે. સીટના હાલના વડા મલ્હોત્રા સહિતના અધિકારીઓ ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેશે. આ હત્યાકાંડમાં 11 લોકોના મોત થયાનો આરોપ છે. ગોધરાકાંડ બાદ વર્ષ 2002ના રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રિમ કોર્ટ રચિત ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. નરોડા ગામ હત્યાકાંડ કેસમાં પોલીસે જે-તે સમયે 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી. જેમાં પૂર્વ મંત્રી માયા કોડાનાની સહિત 69 આરોપી સામે સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. સેશન્સ કોર્ટ ,લાલ દરવાજા ના મુખ્ય કોર્ટ દરવાજા બહાર પોલીસ બુલેટ પ્રુફ જેકેટ સાથે બંદોબસ્તમાં ચેકીંગ કરી રહ્યા છે. દરેક વકીલ અને ફરિયાદીના પરિવાર સભ્યો ને પણ કોર્ટ પરિસર અંદર જવા માટે પૂછપરછ અને ચેકીંગ કરી રહ્યા છે.. નરોડા પાટિયા કાંડનો ચુકાદોઆજે બપોરે 2:45 વાગે જજ સંભળાવશે