Afghan currency : ભારતની અર્થવ્યવસ્થા વિશ્વના મોટા દેશોમાં સૌથી ઝડપી ગતિએ વધી રહી છે. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને દેશ મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ એ વાત પણ માનવી પડે કે ભારતીય ચલણ ખૂબ જ નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. ભારતીય રૂપિયો ડૉલરની સરખામણીએ તેની સર્વકાલીન નીચી સપાટી પર આવી ગયો હતો. હાલમાં એક ડોલર 83.53 રૂપિયામાં આવી રહ્યો છે.

Afghan currency : યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતાને કારણે રૂપિયામાં આ ઘટાડો દેખાઈ રહ્યો છે. પરંતુ આપણો એક પાડોશી દેશ જે આમતો ગરીબ દેશોની યાદીમાં આવે છે પરંતુ ચલણની બાબતમાં અજાયબીઓ કરી રહ્યો છે. તેનું ચલણ ભારત કરતા પણ વધુ મજબુત થઇ ગયું છે, અને એ ફક્ત આપણા કરતાં વધુ મજબૂત નથી, પરંતુ તે સમગ્ર વિશ્વમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે.
Afghan currency : અફઘાનિસ્તાનનું ચલણ આપણા કરતાં વધુ મજબૂત છ

અમે અફઘાનિસ્તાનની વાત કરી રહ્યા છીએ. અફઘાનિસ્તાનની કરન્સી અફઘાન ભારતીય રૂપિયા કરતાં સારી સ્થિતિમાં છે. જ્યારે આપણે એક ડોલર માટે 83.53 રૂપિયા ચૂકવવા પડે છે, ત્યારે તમે 70.8૦ અફઘાની ચલણમાં એક ડોલર ખરીદી શકો છો. જો ભારતીય રૂપિયાની વાત કરવામાં આવે તો અત્યારે એક અફઘાની ચલણને બદલે ભારતીય રૂપિયો 1.18 પૈસા ચાલી રહ્યો છે, આટલું જ નહીં ગત સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અફઘાનિસ્તાનની કરન્સી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતી કરન્સી રહી હતી. બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અફઘાન ચલણ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતી કરન્સી હતી. છેલ્લા ક્વાર્ટરમાં અફઘાન ચલણના મૂલ્યમાં 9 ટકાનો વધારો થયો હતો. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે અફઘાન ચલણમાં આ ટૂંકા ગાળાનો વધારો છે.
Afghan currency : અફઘાનનું ચલણ શા માટે ચમકી રહ્યું છે?

હવે તમે વિચારતા હશો કે તાલિબાનના શાસનમાં જે દેશની પાસે પાયાની સુવિધાઓ પણ નથી તે દેશનું ચલણ રૂપિયા કરતા વધુ મજબૂત કેવી રીતે હોઈ શકે. અફઘાનિસ્તાન વિશ્વના સૌથી ગરીબ દેશોમાં સામેલ છે. અહીં નિરક્ષરતા અને બેરોજગારી ચરમસીમાએ છે. અફઘાન ચલણમાં વધારો થવાનું કારણ એ છે કે ત્યાં યુએસ ડોલર અને પાકિસ્તાની રૂપિયા પર પ્રતિબંધ છે. તમે ત્યાં ઓનલાઈન ચલણનો વેપાર પણ કરી શકતા નથી. બીજી તરફ અફઘાનિસ્તાનમાં હવાલાનો ધંધો ફૂલીફાલી રહ્યો છે. મની એક્સચેન્જ જેવા કામો પણ હવાલા દ્વારા થાય છે. અમેરિકી ડોલર દાણચોરી દ્વારા અફઘાનિસ્તાન પહોંચે છે અને હવાલા મારફતે તેની આપલે થાય છે. આ તમામ બાબતો અફઘાન ચલણને ડોલર સામે મજબૂત કરી રહી છે.
Afghan currency : યુએનની મદદ પણ એક કારણ છે
અફઘાન ચલણમાં વધારો થવા પાછળનું એક કારણ યુએનની મદદ પણ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાનને સહાય ભંડોળ આપે છે. તાલિબાન શાસનથી, યુએનએ અફઘાનિસ્તાનને $5.8 બિલિયનની સહાય પૂરી પાડી છે. યુએન અનુસાર, આ વર્ષે અફઘાનિસ્તાનને 3.2 બિલિયન ડોલરની સહાયની જરૂર છે, જેમાંથી 1.1 બિલિયન ડોલર મળ્યા છે. આ સિવાય અફઘાનિસ્તાનમાં પણ પુષ્કળ પ્રાકૃતિક સંસાધનો છે. અહીં લિથિયમનો મોટો ભંડાર છે, જેની કિંમત લગભગ 3 ટ્રિલિયન ડોલર છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો