બિહારમાં દારૂબંધી કાયદાનું ગુજરાત મોડેલ અપનાવો

0
181

બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ દારૂબંધી કાયદા અંગે બિહારની પોલીસી પર અનેક સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે દારૂબંધી કાયદો દલિત -પછાત વિરોધી છે. જયારે તે અમીરો માટે દયાળુ છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે જો અમીર વ્યક્તિ દારૂની બોટલ સાથે પકડાય તો જે કાર માંથી દારૂ પકડાયો તે વાહનના વિમાની 50 ટકા વિમાની રકમને બદલે 10 ટકા દંડ ભરીને છૂટી શકે છે.

વધુમાં મોદીએ કહ્યું કે અમે હમેશા દારૂબંધીની તરફેણ કરીએ છીએ પરંતુ અમીર વ્યક્તિ ૩૦૦૦ રૂપિયા ભરીને છૂટી જય છે અને ગરીબ દંડની રકમ ન ભરી શકે તો જેલની સજા થાય છે. સુશીલ મોદીએ કહ્યું કે નકલી દારૂ પીવાને કારણે ૫૦૦ટઃઈ વધુ લોકોના મોંત થયા છે ત્યારે સરકારે જણાવવું જોઈએ કે 4 લાખ રૂપિયાનું વળતર કેટલા લોકોને આપવામાં આવ્યું છે. નકલી શરાબ કાંડમાં 50 વ્યક્તિઓ પર કેસ થયો છે પરંતુ કેમ કોઈને સજા થઇ નથી.

સુશીલ કુમાર મોદીએ કહ્યું કે બિહાર સરકારે દારૂબંધી માટે ગુજરાત મોડેલ અપનાવવું જોઈએ . પરમિટ સાથે દારૂ ગુજરાત મોડેલ કેમ અપનાવી ન શકાય તેવો સીધો સવાલ નીતીશ સરકારને કર્યો છે.

અહી ઉલ્લેખનીય છેકે બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચેનું ગઠબંધન તૂટ્યા પછી ભાજપના નેતાઓ એક પણ તક વર્તમાન નીતીશ અને આર.જે ડીની સંયુક્ત સરકાર વિષે છોડતા નથી. જયારે કોઈ મુદ્દો સરકારને ભીંસમાં લેવાનો હોય.

આપને જણાવી દઈએ કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે દારૂબંધીનો કાયદો રાજ્યમાં લાગુ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાયો છે અને નકલી દારૂના કૌભાંડમાં અનેક લોકોના મોંત પણ થયા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ