અમદાવાદમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા

0
74
How the Admission Process: Schools can be re-selected
How the Admission Process: Schools can be re-selected

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત અમદાવાદમાં આરટીઇ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ છે.અમદાવાદ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં કુલ અરજીઓ 17,560 આવી હતી.જેમાંથી 13,046 બાળકોને RTE અંતર્ગત અરજીઓ માન્ય રહી હતી. જે અંતર્ગત અમદાવાદમાં કુલ 10,756 બાળકો RTE અંતર્ગત પ્રવેશ માટે માન્ય રહ્યા હતા.RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડ માટે તમામ બાળકોના વાલીઓએ જે તે શાળામાં 13 મે સુધી પ્રવેશ મેળવી લેવાનો રેહશે.આ વખતે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન મોટાભાગના વાલીઓના પ્રશ્નો ટોલ ફ્રી નમ્બર પરથી યોગ્ય ઉકેલાયા હતા. દરેક વિધાર્થીને ફોર્મમાં 6 શાળાઓની પસંદગીના ક્રમ મુજબ DEO દ્વારા ઇન ટેક વિધાર્થીઓ મુજબ પ્રવેશ માટે અગ્રતા આપવામાં આવશે..6 શાળાઓમાંથી અગ્રતા ક્રમ મુજબ વિધાર્થીને પ્રવેશ મળશે.જે બાળકો કોઈને કોઈ કારણોસર પ્રવેશ ન મેળવી શક્યા હોય તેવા બાળકો માટે બીજા રાઉન્ડમાં પ્રવેશની કાર્યાવાહી હાથ ધરવામાં આવશે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ