
90s actress Farheen Khan: બોલિવૂડમાં 90નો દશક સુવર્ણ રહ્યો હતો. આ સમય દરમિયાન બોલિવૂડને શાહરૂખ ખાન, સલમાન ખાન, દિવ્યા ભારતી અને માધુરી દીક્ષિત જેવા સુપરસ્ટાર મળ્યા. તે જ સમયે, ઘણા એવા સ્ટાર્સ પણ ઉભરી આવ્યા જેમણે રાતોરાત લોકોના દિલ જીતી લીધા, પરંતુ પછી તેઓ ક્યાંય ગાયબ થઇ ગયા.

આવી જ એક અભિનેત્રી હતી ફરહીન ખાન, જે તેની પ્રથમ ફિલ્મ ‘જાન તેરે નામ’થી હિટ બની હતી અને દરેક જગ્યાએ તેની ચર્ચા થવા લાગી હતી. પોતાની વધતી જતી કારકિર્દીને છોડીને ફરહીને એક દિવસ અચાનક ક્રિકેટર સાથે લગ્ન કરી લીધા અને આ ફિલ્મી દુનિયાને હંમેશ માટે છોડી દીધી.

પ્રથમ ફિલ્મ સુપર ડુપર હિટ સાબિત થઇ
ફરહીને 1992માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જાન તેરે નામ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી, આ ફિલ્મના ગીતો આજે પણ યાદ કરવામાં આવે છે.

આ ફિલ્મ પછી ફરહીનને અક્ષય કુમાર સાથે ફિલ્મો કરવાની તક મળી. ફરહીન (Farheen Khan with Akshay Kumar) અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘નજર કે સામને’માં જોવા મળી હતી. ‘સૈનિક’ ફિલ્મમાં ફરહીન અને અક્ષય કુમારે પણ સ્ક્રીન શેર કરી હતી..

ફરહીન પહેલી જ ફિલ્મથી ચર્ચામાં આવી હતી, કારણ કે તે દેખાવમાં આબેહૂબ માધુરી દીક્ષિત જેવી લગતી હતી. તેની સરખામણી માધુરી સાથે થવા લાગી અને સાથે-સાથે તેની લોકપ્રિયતા પણ વધવા લાગી હતી. પરંતુ કરિયરની ટોચની ક્ષણે ફરહીને લગ્ન કરીને સેટલ થવાનું નક્કી કર્યું.
Farheen Khan: મનોજ પ્રભાકર સાથે પ્રેમલગ્ન
ફહરીનને ક્રિકેટર મનોજ પ્રભાકર સાથે પ્રેમ થઈ ગયો, જે પહેલાથી જ પરિણીત હતા. જો કે તેમના લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ હતી.

ફરહીન અને મનોજ એક જીમમાં મળ્યા અને ધીરે-ધીરે એકબીજાની વધુ નજીક આવવા લાગ્યા. બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા અને વર્ષ 2009માં બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. જો કે, એવું કહેવાય છે કે બંનેએ પહેલાથી જ મુસ્લિમ કાયદા અનુસાર લગ્ન કર્યા હતા. (Manoj Prabhakr’s wife Farheen Khan)
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો