ગરમીને લઇ અમદાવાદ મનપાનો એક્શન પ્લાન

0
62

અમદાવાદ મનપા દ્વારા ઓઆરએસનું વિતરણ

વૃદ્ધો, બાળકો અને સગર્ભાઓને તકેદારી રાખવા સૂચન

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી બે દિવસમાં અમદાવાદમાં પારો ૪૩ ડિગ્રીને પાર જઈ શકે છે. જેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભીષણ ગરમીની આગાહીને પગલે અમદાવાદ મનપા તંત્ર દ્વારા એડવાયઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાને વિશેષ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. અમદાવાદ મનપા દ્વારા ઓઆરએસનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, લોકોને પ્રવાહી પીણા વધુ પ્રમાણમાં લેવાની સલાહ અપાઈ છે. લુ લાગે તો ચક્કર, સ્નાયુમાં દુખાવો, ઉબકાં, ઉલટી, સહિતના લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર લેવા સૂચન કરાયું છે.