#rain #gujarat #rajula #dungargam રાજુલા તાલુકાના ડુંગર ગામ અને આસપાસના વિસ્તારમાં આજે અચાનક ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના પરિણામે સુકવો નદી અને સ્થાનિક નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ગામડાંમાં અચાનક વાતાવરણમાં બદલાવ આવી ગયો અને ચોમાસા જેવો માહોલ સર્જાયો.
ડુંગર ગામ સહિત બાલાપર અને મસુદડા ગામોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ચિંતા છવાઈ છે.
પાણી ભરાવાની સ્થિતિ
નદીઓમાં આવેલા પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેને લઈને ગ્રામ્ય તંત્રએ ચેતવણી જારી કરી છે.
બીજીબાજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ધાનેરા વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીના અનુસંધાને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અચાનક વરસાદ શરૂ થતાં ખેતીના કામમાં રોકાયેલા ખેડૂતો ચિંતિત બન્યા છે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
