નવસારી જીલ્લા કોર્ટમાં જજને પત્થર મારવાના કેસમાં આરોપીના જામીન મંજુર

1
76
નવસારી જીલ્લા કોર્ટમાં જજને પત્થર મારવાના કેસમાં આરોપીના જામીન મંજુર
નવસારી જીલ્લા કોર્ટમાં જજને પત્થર મારવાના કેસમાં આરોપીના જામીન મંજુર

ગુજરાતમાં આજે ચર્ચા થઇ રહી છે કે ચાલુ કોર્ટે જજને પત્થર મારો તો પણ જામીન મળી જશે. જી હા .. નવસારીના ચકચારીત કેસમાં આરોપીને શરતોને આધીન જામીન મંજુર કરવામાં આવ્યા છે.  નવસારી કોર્ટ દ્વારા નવસારી ટાઉન પો.સ્ટેમાં નોંધાયેલ ઈ.પી.કોડ કલમ-૩૦૭, ૨૨૮, ૩૩૫ મુજબના ગુનાના કામે આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે . બનાવની વિગત પ્રમાણે વર્ષ ૨૦૧૯માં  કોર્ટના જજ સાહેબને આરોપીએ પોતાના હાથમાં રહેલ મોટો પત્થર માથાના ભાગે ગંભીર ઈજા કરી મૃત્યુ નીપજાવવાના ઈરાદાથી મારવામાં આવેલ.  જે અંગે નામદાર કોર્ટના કલાર્ક ધ્વારા નવસારી ટાઉન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલ.  જે ગુનાના કામે તપાસ પુર્ણ કરી ચાર્જશીટ પોલીસ ધ્વારા દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ નવસારીના લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલની કચેરીમાંથી ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલ મારફત મહે. નવસારીના વધારાના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જડજ સાહેબની કોર્ટમાં આરોપીને જામીન પર મુકત થવા માટે જામીન અરજી દાખલ કરવામાં આવેલ. જે અરજી ચાલી જતા નવસારીના વધારાના ડીસ્ટ્રકટ એન્ડ સેસન્સ જજ  સાહેબ ઘ્વારા આરોપીને શરતોને આધીન જામીન મુકત કરતો હુકમ કરેલ છે.

બનાવની વિગતો જોઈએ તો આરોપીના વકીલ ગિરિશ વિ. હારેજા (ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ)ની દલીલો હતી કે ‘સદરહું આરોપી ઘ્વારા આક્ષેપીત કૃત્યને પ્રથમદર્શનીય રીતે જોવામાં આવે તો પણ આવી ગંભીર કલમો લાગવા પાત્ર નથી. અને બેઈલ એ આરોપીનો અધીકાર હોય, કન્વીકશન થયા સીવાય આરોપીને જો કસ્ટડીમાં રાખવામાં આવે તો આરોપીના બંધારણીય અધીકારોનું હનન થાય તેમ છે.” એવી દલીલોને માન્ય ર રાખીને નામદાર કોર્ટના જજ દ્વારા આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૧૯માં નવસારી જીલ્લા અદાલતમાં જજ ઉપર ચાલુ કોર્ટમાં મારામારીના આરોપીએ નામદાર જજ પર છુટ્ટો પથ્થર ફેંક્યો હતો. તે સમયે નિશાનચૂક થતા જજને પથ્થર વાગ્યો ન હતો. તે સમયે કોર્ટમાં હાજર તમામ લોકોએ પણ આરોપીના આ કૃત્યને વખોડ્યું હતું અને નવસારી જિલ્લા બાર એસોસીએશન દ્વારા સમગ્ર ઘટનાને વખોડી હતી . વર્ષ ૨૦૧૯માં   નવસારી જિલ્લા સેશન્સ કોર્ટના અધિક ત્રીજા જિલ્લા સેશન્સ જજ એ. આર. દેસાઈની કોર્ટમાં જીલ્કલાના કબીલપોર ખાતે મારામારી અને એક હત્યાના પ્રયાસના આરોપી સુખદેવ ઉર્ફે કાળિયો ગુલાબ રાઠોડને રજૂ કરવામાં આવ્યો હતો. આ શખ્સએ ચાલુ કોર્ટ કાર્યવાહી દરમિયાન પોતાના ખિસ્સામાંથી પત્થર કાઢી નામદાર જજ ઉપર છુટ્ટો ફેંક્યો હતો. જજની બાજુમાંથી પથ્થર પસાર થઇ જતા તેમને ઈજા થઇ ન હતી. અને કોર્દિટની વાલ સાથે પથ્થર અથડાયો હતો. જે બનાવ પછી આજે જયારે નવસારીના વધારાના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જડજ સાહેબની કોર્ટમાં આરોપીને જામીન પર મુકત થવા માટે જામીન અરજી દાખલ કરવામાં આવેલ. જે અરજી ચાલી જતા નવસારીના વધારાના ડીસ્ટ્રકટ એન્ડ સેસન્સ જજ  સાહેબ ઘ્વારા આરોપીને શરતોને આધીન જામીન મુકત કરતો હુકમ કરેલ છે. ત્યારે નવસારીમાં ચર્ચા થઇ રહી છે કે શું હવે નામદાર જજ સાહેબને પથ્થર મારવાના આરોપમાં પણ જામીન મળશે !..

 

1 COMMENT

Comments are closed.