કપરાડામાં એસીબીની ટ્રેપ
એસીબીએ લાંચ લેનાર વચેટીયાને ઝડપ્યો
1.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો
લાંચ માગનાર બન્ને કોન્સ્ટેબલ ફરાર
કપરાડામાં એસીસીબી એ મોટી ટ્રેપ કરી છે. કપરાડમાં એસીબીએ પોલીસ કોન્સ્ટેબલ વતી લાંચ માંગનાર વચેટીયાને ઝડપી પાડ્યો છે. એસીબીએ કોન્સ્ટેબલ વતી લાંચ લેનાર શખ્સને 1.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ લાંચ માંગનાર બન્ને કોન્સ્ટેબલ ફરાર થઈ ગયા હતા.
ટ્રેપની વિગત
એ.સી.બી સફળ ટ્રેપ
ફરીયાદી:- એક જાગૃત નાગરીક.
આરોપી:-
(૧) સયાજીભાઈ સામજીભાઈ ગાયકવાડ રહે. નવા ફળીયુ, કરચોંડ ગામ, તા.કપરાડા જી.વલસાડ (પ્રજાજન) તથા
(૨) એ.એસ.આઈ. યોગેશભાઇ ઇશ્વરભાઇ માહલા એ.એસ.આઈ. બ.નં.૬૭૮ વર્ગ-૩ નોકરી નાનાપોંઢા પોલીસ સ્ટેશન રહે ખાનપુર તા.વાંસદા જી.નવસારી તથા
(૩) અતુલભાઈ હસમુખભાઈ પટેલ અ.હે.કો. બ.નં. ૧૦૨૬ વર્ગ-૩ નોકરી નાનાપોંઢા પોલીસ સ્ટેશન રહે. પારડી કર્મભુમી સોસાયટી જી.વલસાડ વર્ગ -૩ નાનાપોંઢા પોલીસ સ્ટેશન જી.વલસાડ
ગુનો બન્યા તારીખ- ૨૯/૦૯/૨૦૨૩
ગુનાનુ સ્થળ:- મોજે. વારોલીથી નાનાપોંઢા જવાના રસ્તા ઉપર
લાંચની માંગણીની રકમ:- રૂ.૧,૫૦,૦૦૦/-
લાંચમાં સ્વીકારેલ રકમ:- રૂ.૧,૫૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:- રૂ.૧,૫૦,૦૦૦/-
ટૂંક હકીકત: –
આ કામના ફરિયાદીશ્રી તથા તેમના ભાઈ વિરૂધ્ધમાં નાનાપોંઢા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ જે ગુનામાં તેઓ સ્વિફ્ટ કારમાં પાયલોટીંગ કરતા હોવાનુ દર્શાવેલ જે સ્વિફ્ટ કાર ફરીયાદીની પત્નીના નામે રજીસ્ટર હોય, જે કામે આરોપી નં. (૨) તથા (૩) નાઓએ ગુનામાં ફરીયાદીની પત્નીનું નામ નહી ખોલવા માટે તેમજ હેરાનગતી નહી કરવા માટે આ કામના ફરિયાદી પાસે તે રૂા.૧,૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નં.(૧) નાએ ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી આરોપી નં.(૨) સાથે ટેલીફોન ઉપર વાતચીત કરી તેઓએ રૂપિયા મળી ગયા અંગે સહમતી દર્શાવેલ. અને આરોપી નં.(૧) નાઓ સ્થળ પર પકડાઈ જઇ અને આરોપી નં.(૨) તથા (૩) સ્થળ ઉપર હાજર નહી મળી આવેલ હોય, આરોપીઓએ એક બીજાના મેળાપીપણામાં ગુનો કર્યો વિગેરે બાબત.
ટ્રેપિંગ અધિકારીઃ-
શ્રી કે.આર.સક્સેના,
પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા સ્ટાફ
સુપરવિઝન અધિકારીઃ-
શ્રી આર.આર.ચૌધરી,
મદદનિશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ