અભિષેક બચ્ચન લડી શકે છે લોકસભા ચૂંટણી ! જાણો કઇ પાર્ટીમાં થી લડશે ચૂંટણી

0
189
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન

બોલીવુડ શહંશાહ અમિતાભ બચ્ચના ના પુત્ર અભિષેક બચ્ચન ચૂંટણી લડી શકે છે, અભિષેક બચ્ચન સમાજવાદી પાર્ટી થી ચૂંટણી લડે તેવી સંભાવના વ્યકત થઇરહી છે,પ્રયાગરાજ સંસદીય બેઠક લોકસભા ચૂંટણી 2024માં ચર્ચામાં રહી શકે છે. કારણ કે સમાજવાદી પાર્ટી આ બેઠક પરથી અમિતાભ બચ્ચન અમિના પુત્ર અને એક્ટર અભિષેક બચ્ચન ને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો ઉમેદવારોની શોધમાં લાગી ગયા છે. મળતી માહિતી પ્રમાણે અભિષેક બચ્ચન 2024ની ચૂંટણી લડી શકે છે. આ માટે પાર્ટીની પ્રદેશ નેતાગીરી દ્વારા આ અંગે સ્થાનિક પદાધિકારીઓ પાસેથી ફીડબેક પણ લેવામાં આવી રહ્યા છે.

અખિલેશ યાદવ અમિતાભ બચ્ચનને મળી શકે છે

આ માટે સપાના વડા અખિલેશ યાદવ મુંબઈ જઈને આગામી થોડા દિવસોમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને મળી શકે છે.

આ સીટ પરથી અમિતાભ બચ્ચન ચૂંટણી જીત્યા હતા

મહાનાયક અમિતાભ બચ્ચન એ 1984માં અલાહાબાદ હાલનો પ્રયાગરાજ સંસદીય સીટથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેમણે પૂર્વ મુખ્યમંત્રી અને તત્કાલીન દિગ્ગજ નેતા હેમવતી નંદન બહુગુણાને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. આ ચૂંટણીમાં અમિતાભને 68 ટકા વોટ મળ્યા જ્યારે બહુગુણાને 25 ટકા વોટ મળ્યા. જો કે, બોફોર્સ કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યા પછી, તેમણે તેમની બેઠક છોડી દીધી અને વ્યવહારીક રીતે રાજકારણમાંથી બહાર આવી ગયા હતા. 

બચ્ચન પરિવાર માટે  1984ની યાદો તાજી થઈ

બચ્ચન પરિવારના એક સભ્યના ચૂંટણી લડવાના સમાચાર વચ્ચે લોકોને 1984ની ચૂંટણી યાદ આવી ગઈ. ત્યારે ડો. રીતા બહુગુણા જોશીના પિતા હેમવતી નંદન બહુગુણા લોકદળમાંથી અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. બીજી તરફ આ વખતે જો રીટા અને અભિષેક મેદાનમાં આવશે તો હરીફાઈ રસપ્રદ બની જશે.

અખિલેશ યાદવ અંતિમ નિર્ણય લઇ શકે છે

પ્રયાગરાજથી અભિષેક બચ્ચન ને ઉમેદવાર બનાવવાના સવાલ પર યમુના પરના પ્રમુખ પપ્પુ લાલ નિષાદે કહ્યું કે, આ માત્ર ચર્ચા છે. કંઈપણ કહેવું ઉતાવળ લાગશે.

મહાનગર અધ્યક્ષ સૈયદ ઇફ્તેખાર હુસૈને જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને હજુ સમય છે. કોને ઉમેદવાર બનાવવામાં આવશે તેનો અંતિમ નિર્ણય રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ લેશે.