AAP-GUJARAT : જેમ જેમ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર દેશની જેમ હવે ગુજરાતમાં પણ રાજનૈતિક હલચલ શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત AAPના પાંચ ધારાસભ્યોમાંથી એક એવા વિસાવદરના MLA ભૂપત ભાયાણીએ કેજરીવાલની પાર્ટી સાથે છેડો ફાડ્યો છે અને ધારસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે અહી એક સવાલ ઉભો થઇ રહ્યો છે કે શું આમ આદમી પાર્ટી (AAP_GUJARAT) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન આપ માટે “ બહાદુર શાહ ઝફર” સાબિત થશે
- ઈશુદાન આપ માટે “ બહાદુર શાહ ઝફર”
- ગુજરાતના આપ નેતાઓ છોડી રહ્યા છે પાર્ટી
- શું ઈશુદાનથી પાર્ટીમાં અસંતોષ ?
જેમ જેમ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર દેશની જેમ હવે ગુજરાતમાં પણ રાજનૈતિક હલચલ શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત AAPના પાંચ ધારાસભ્યોમાંથી એક એવા વિસાવદરના MLA ભૂપત ભાયાણી (BHUPAT BHAYANI) એ કેજરીવાલની પાર્ટી સાથે છેડો ફાડ્યો છે અને ધારસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
વિધાનસભા ચૂંટણીમાં જયારે (AAP_GUJARAT) આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાનને જાહેર કર્યા ત્યાર પછી લાગતું હતું કે ગુજરાતના રાજકારણમાં કઈક નવાજુની ચોક્કસ થશે પણ પત્રકારમાંથી રાજનેતા બનેલા ઈશુદાન (ISUDAN GADHAVI) પોતાના જ વિસ્તારમાં ચૂંટણી હારી ગયા અને ત્યાર પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યાર પછી લગભગ અનેક કાર્યકર્તાઓ પક્ષ છોડીને અન્ય રાજકીય પાર્ટી એટકે કે ભાજપ અથવા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ચર્ચા એવી પણ થઇ રહી છે કે ઈશુદાનનો કોઈ જ કંટ્રોલ પાર્ટીમાં હવે રહ્યો નથી અને પાર્ટી માટે ઈશુદાન આપ માટે ‘બહાદુર શાહ ઝફર’ સાબિત થઇ રહ્યા છે .
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય ચૂંટાયા બાદના માત્ર એક માસમાં જ ભૂપત ભાયાણી રાજીનામું આપવા તૈયાર થયા હતા. જે-તે સમયે તેમની પર આક્ષેપ થયા હતા કે, તેમણે રૂપિયા લઈ અને રાજીનામું આપવા તૈયારી કરી હતી. જોકે, રાજીનામું આપવાની વાત લીક થઈ જતાં અંતે તેમણે ફેરવી તોળ્યું હતું અને રાજીનામું આપ્યું નહોતું…
તમે આ પણ વાંચી શકો છો
GUJARAT AAP : આપ નેતાનું પાર્ટીને બાય બાય !!