કંટેનરમાં દારુ સંતાડવાની અનોખી રીત,છતાં પકડાઇ ગયું દારુ

0
247

વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂનો મોટી માત્રામાં જથ્થો પકડીને સફળતા મળી છે. કન્ટેનરમાં ચોર ખાનુ બનાવી તેમાં છુપાવીને લઇ જવાતો ગેરકાયદેસર વિદેશી દારૂની 300થી વધારે પેટીઓ જેની કિંમત 21 લાખથી વધારે થાય છે, તે ઝડપી પાડ્યો છે. આમ વડોદરા ગ્રામ્ય એલસીબીને મોટા પ્રમાણમાં દારૂ પકડી પાડવામાં સફળતા મળી છે. જો તમને ઘટના જણાવીએ તો ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પ્રેટ્રોલીંગમાં હતી ત્યારે એલ.સી.બી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક કન્ટેનરમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને આ કન્ટેનર રાજપીપળા થઇ ડભોઇથી વડોદરા તરફ લઇ જવામાં આવી રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી ટીમ ડભોઇ-વડોદરા રોડ ઉપર પુડા ગામની સીમમાં આવેલ તુલસી હોટલ આગળ બાતમીવાળી કન્ટેનરની વોચ રાખી હતી. તે દરમ્યાન કન્ટેનર આવતા તેને કોર્ડન કરી હોટલના કમ્પાઉન્ડમાં લેવડાવી ડ્રાઇવરનુ નામ પૂછતા સંદીપ બળદેવસિંહ જાટ (રહે. હરિયાણા) જણાવ્યુ હતુ. જેને કન્ટેનરમાં ભરેલ સામાન બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો.