રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી

0
201
રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી
રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી
રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ગુજરાત પર વરસાદી ચાર સીસ્ટમ સક્રિય થઇ છે. આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના દરિયા કાંઠે થી કેરળ સુધી ઓફ શોર ટ્રફ, અને દક્ષીણ ગુજરાત પર શેર ઝોન અને સાયક્લોનીક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાનીમહીસાગર જીલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે . સમગ્ર જીલ્લામાં લુણાવાડા, મહીસાગર, બાલાસિનોર પંથકમાં વરસાદ થતા ખેડૂતો ખેતીકામમાં લાગી ગયા છે અને ચોમાસું પાક આ વર્ષે સારો થશે તેવી આશા રાખી રહ્યા છે. મહીસાગર ઉપરાંત, પંચમહાલ , દાહોદ જીલ્લામાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. હાલ જીલ્લામાંથી કોઈ પણ અનિચ્છનીય બનાવ સામે આવ્યો નથી પરંતુ જીલ્લા વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ અને વરસાદની સતત અપડેટ મેળવી રહ્યું છે . જીલ્લામાં કડાણા ડેમમાં હાલ ઉપરવાસમાં સતત વરસાદને કારણે નવા પાણીની આવક જોવા મળી રહી છે અને પર્વતીય પ્રદેશમાં અહ્લાદ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે
અમદાવાદમાં મોદી સાંજે મેઘરાજાએ ધોધમાર બેટિંગની શરુ આત કરી જેને લઈને અમદાવાદના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને પ્રી મોન્સુનની કામગીરીના ધજાગરા મેઘરાજાએ ઉડાડ્યા છે. છેલ્લા ઘણા સમયથી શહેરીજનો વરસાદની રાહ જોઇને બેઠા હતા ત્યારે મોડી સાંજે ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ શરુ કરી હતી. પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારો એસ. જી હાઇવે , બોડકદેવ, આનંદ નગર, ગોતા,સીન્ધુભવન રોડ, વસ્ત્રાપુર , નહેરુનગર, જીવરાજપાર્ક, સરખેજ સહિત જુહાપુરામાં રોડ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ છે. સમી સાંજે ભારે વરસાદ ખાબકતા શહેરીજનો નોકરીથી છૂટીને ઘરે જતા સમયે અટવાયા હતા. ક્યાંક ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે. કોર્પોરેશનની મોનસુન કામગીરી પર હાલ નાગરિકો સવાલો કરી રહ્યા છે. કેટલાક નાગરિકોએ કહ્યું કે આતો રોજ નું થયું .. એટલેકે કોર્પોરેશન દર વર્ષે ભલે દાવાઓ કરતી હોય પરંતુ કરોડો રૂપિયા પ્રજાના ટેક્ષના વસુલે છે તે મેઘરાજાએ એકજ ધમાકેદાર બેટિંગમાં પોકળ સાબિત કરીને જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓને ખુલ્લા પાડી દીધા છે. અમદાવાદમાં વરસાદને લઈને નાગરિકો હાલ પરેશાન જોવા મળી રહ્યા છે કારણકે તંત્રના પાપે કરોડો રૂપિયાની કામગીરી પાણી માં વહેતી જોવા મળી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ