શિક્ષણ જગતમાં ફરી ખળભળાટ

0
67

જામનગરમાં સ્થિત સ્વામીનારાયણ ગુરુકુળ કોલેજનો વિડીયો વાયરલ

પરીક્ષામાં ચોરી માટે વિદ્યાર્થીઓ માટે વીઆઈપી ટ્રીટમેન્ટ!

કોમર્સ કોલેજનું જોડાણ રદ્દ કરવામાં આવ્યું

ગુજરાતમાં તાજેતરમાં થયેલા ડમી કાંડ, પરીક્ષા પેપર લીક કાંડ અને તોડ કાંડ જેવા મુદ્દાઓને લઈને હજુ પણ લોકોમાં આક્રોશ છે. તે વચ્ચે ફરી એક શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દેનાર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જામનગરમાં નાઘેડી સ્થિત સ્વામીનારાયણ ગુરુકુળ કોલેજમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરાવવા માટે વીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને હાલમાં અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યું છે. મામલો સામે આવતા જ કુલપતિએ તે કોમર્સ કોલેજનું જોડાણ રદ્દ કર્યું છે. આ વિડીયોમાં બી.કોમ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ ચેમ્બરમાં બેસીને પરીક્ષા ચોરી કરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આ મામલે જુનિયર અને સિનિયર સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી છૂટા કરવા માટે સંસ્થાને પત્ર લખવાનો નિર્ણય થયો છે. કોલેજમાં તપાસ સમિતિએ કરેલી તપાસ બાદનો રીપોર્ટ અને કોલેજ સામે કરેલી કાર્યવાહીનો અહેવાલ આગામી સિન્ડિકેટ બેઠકમાં મૂકવામાં આવશે.