ઓડિશાના જાજપુર બ્લોકમાં પુલનો એક ભાગ તૂટી પડ્યો

0
60
A part of a bridge collapsed in Odisha's Jajpur block
A part of a bridge collapsed in Odisha's Jajpur block

ઓડિશાના જાજપુર બ્લોકમાં પુલનો એક ભાગ તૂટી પડ્યો

વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ

બ્રિજ 2008માં બનાવવામાં આવ્યો હતો

ઓડિશાના જાજપુર બ્લોકમાં NH-16 પર એક પુલનો એક ભાગ તૂટી પડ્યો છે. જે બાદ માર્ગ પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. NHAI અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા  અને ટ્રાફિકનું સંચાલન કરવા માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી જેપી વર્માએ જણાવ્યું હતું કે આ બ્રિજ 2008માં બનાવવામાં આવ્યો હતો, જોકે બ્રિજ કયા કારણો સર ધરાશાયી થયો છે તેના માટે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે અને તપાસ કર્યા બાદ જ બ્રિજ ધરાશાયી થયાનું કારણ જાણી શકાશે.

સ્ટ્રકચરની નિષ્ફળતાને કારણે હંગામો

NHAI અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ બ્રિજની માળખાકીય નિષ્ફળતાનો કેસ હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે એકવાર એક્સપર્ટ કમિટી અહીં આવશે પછી અમને ખબર પડશે કે અમે તેને ક્યારે પુનઃસ્થાપિત કરી શકીએ છીએ, ત્યાં સુધી અમે  ટ્રાફિકના સંચાલન માટે અહીં કામચલાઉ રસ્તો બનાવીશું.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

સ્થળથી થોડે દૂર બેઠેલા સ્થાનિક રહેવાસી શ્રીધર દાસે જણાવ્યું કે અમે નજીકમાં બેઠા હતા ત્યારે એક કાર ત્યાંથી પસાર થઈ અને જોરદાર અવાજ સંભળાયો. તેમણે કહ્યું, “અમે સ્થળ પર પહોંચ્યા અને જોયું કે પુલનો એક ભાગ તૂટી પડ્યો છે કારણ કે પુલના નિર્માણમાં નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.” જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને વાહનવ્યવહાર બંધ કરાવ્યો હતો. આ દરમિયાન પોલીસે ત્યાંથી પસાર થતા વાહનોને ડાયવર્ટ કરી દીધા હતા

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ