હોમ પીચ પર ગુજરાત ટાઈટન્સનો ભવ્ય વિજય

0
198

ગુજરાત ટાઈટન્સ પાંચ વિકેટથી જીત મેળવી

ગિલે 36 બોલમાં 63 રન બનાવ્યા હતા

MS DHONI એ ફટકાર્યા 14 રન

ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા CSKએ સાત વિકેટે 178 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સે 182 રન બનાવી જીત મેળવી છે. ગુજરાત ટાઈટન્સે પાંચ વિકેટથી જીત મેળવી છે. તેવટિયાએ 15 અને રાશિદે 10 રન અણનમ બનાવ્યા હતા. શુભમન ગિલે સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. તેમજ વિજય શંકરે 27 અને રિદ્ધિમાન સાહાએ 25 રન બનાવ્યા હતા. CSKના  રાજવર્ધન હંગરગેકરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ઈમ્પેક્ટ પ્લેયર’ તુષાર દેશપાંડેએ શુભમન ગિલની વિકેટ લીધી હતી. ગિલે 36 બોલમાં 63 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો માર્યા હતા.