ગુજરાત પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી

0
139
ગુજરાત પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી
ગુજરાત પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી

ગુજરાત પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી

ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

નવા સોફ્ટવેર, નવી ટેકનોલોજીની મદદથી પ્રજાલક્ષી નિર્ણયો લેવા ચર્ચા થઈ : હર્ષ સંઘવી

ગુજરાત પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ અંગે માહિતિ આપતા  ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નવા સોફ્ટવેર, નવી ટેકનોલોજીની મદદથી પ્રજા લક્ષી નિર્ણયો લેવાય એ બાબતે ક્રાઇમ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.ફિલ્ડ પર કામ કરતી વખતે  પડતી તકલીફોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.  એક હકારાત્મક પગલાં સ્વરૂપે, આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા . મહિલાઓ પર અત્યાચાર ના પોકસો ના કેસમાં ૧૧ લોકોને ફાંસીની સજા આપવામાં આવી છે. જ્યારે ૬૮ થી વધુ કેસમાં આજીવન કેદની સજા થઈ છે. પોક્સોનાં કેસમાં અત્યંત ઝડપથી નિકાલ આવે અને આરોપીઓને વધુમાં વધુ સજા થાય એ માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા. બીજા સેશન માં e FIR, ટેકનોલોજી નો ઉપયોગ, લોકલ પોલીસ કેવી રીતે ઉપયોગ કરી રહી છે,  પોલીસ સ્ટેશન માં શું સુધારા કરી શકાય, પ્રજા ને કેટલો લાભ થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી

ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક  વિકાસ સહાય અને રાજ્યના શહેરોના પોલીસ કમિશનરશ્રીઓ ,અધિક પોલીસ મહાનિદેશકશ્રીઓ, રેન્જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ  અને ડીસીપીઓ પણ આ એક દિવસીય કોન્ફરન્સમાં સહભાગી થયા છે .

આ કોન્ફરન્સ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સૌ પ્રજા હિત અને સમાજ જીવનની શાંતિ સલામતિ અને સુરક્ષા માટેની સમાન  વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઈમ કોન્ફરન્સ ના હેતુઓ સાકાર કરી શકાશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ