અમદાવાદના રસ્તા ઉપર મોટો ભૂવો પડ્યો

0
352

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં કાંકરિયા લેકના ગેટ નંબર-1 પાસે બ્રાઇટ સ્કુલ પાસે ભૂવો પડ્યો છે.અમદાવાદ ઉનાળા મુખ્ય રસ્તા પર મોટો ભૂવો પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી અમદાવાદ શહેરના રોડ રસ્તાની સમસ્યાઓના કારણે લોકો પરેશાન છે ત્યારે આ પ્રકારના ભૂવા મોટે ભાગે ચોમાસામાં જોવા મળતા હોય છે પણ ઉનાળાના સમયમાં આ પ્રકારના ભૂવાના કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. રાહદારીઓને ધ્યાનમાં રાખી કોઈ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે મનપા દ્વારા ભૂવા પડવાની સાઇટ પર બેરિકેટ લાગવામાં આવ્યા છે