ઓડીશા દુર્ઘટના મામલે રેલ્વે મંત્રાલયનું મોટું એલાન

0
174

ટિકિટ વિના મુસાફરી કરનારાઓને પણ મળશે વળતર

ઓડીશા ટ્રેન દુર્ઘટના અંગે રેલ્વે મંત્રાલયે મોટું એલાન કર્યું છે. રેલ્વેએ કહ્યું છે કે, “જેઓ ટિકિટ વિના મુસાફરી કરી રહ્યા હતા, તેઓ પણ ઓડિશામાં અકસ્‍માત પીડિતોમાં સામેલ છે. આમ ટિકિટ વગરના મુસાફરોને પણ વળતર આપવામાં આવશે. મહત્વનું આ ઘટનામાં હાલ સુધીમાં ૨૭૫ લોકોના મોત થયા છે, જ્યારે ૧૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. રેલ્વે દ્વારા મૃત્‍યુના કિસ્‍સામાં રૂ. ૧૦ લાખ, ગંભીર ઇજાઓ માટે રૂ. ૨ લાખ અને નાની ઇજાઓ માટે રૂ. ૫૦,૦૦૦ના વળતરની ખાતરી આપી છે. આ ઉપરાંત, આંધ્રપ્રદેશ અને કેરળ સરકારે પણ વળતરનું એલાન કર્યું છે, જયારે ઘણી બધી સેલિબ્રિટીઝે પણ મદદનો હાથ લંબાવ્યો છે.