રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન આજથી સામાન્ય જનતા માટે બંધ

0
552

ઉદ્યાનમાં આવેલા અનેક પ્રકારના સુંદર ફૂલોને પ્રવાસીઓએ માણ્યા

રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન આજથી સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવ્યું છે.  

અમૃત ઉદ્યાનમાં વાવેલ અનેક પ્રકારના સુંદર ફૂલોને પ્રવાસીઓએ જોયા અને આ સુંદર નજારો માણ્યો.

આ અંતર્ગત 28 માર્ચે ખેડૂતો માટે, 29 માર્ચે દિવ્યાંગ માટે, 30 માર્ચે સેના અને અર્ધલશ્કરી દળો અને પોલીસકર્મીઓ માટે અને 31 માર્ચે આત્મનિર્ભર જૂથોની મહિલાઓ અને આદિવાસી મહિલાઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું.. કેન્દ્ર સરકારે મુઘલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરી દીધું છે .આ ગાર્ડન વર્ષમાં એક વખત જાહેર જનતા માટે ખોલવામાં આવે છે.