HomeDesh2028 Los Angeles Olympics: જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા, બિનહરીફ...

2028 Los Angeles Olympics: જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા, બિનહરીફ પસંદગી સાથે બીજા કાર્યકાળની શરૂઆત

2028 Los Angeles Olympics: ભારતીય ક્રિકેટ પ્રશાસક જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે સતત બીજી વખત જવાબદારી સોંપવામાં આવી છે. ICCની બોર્ડ અને કમિટીની બેઠકો દરમિયાન તેમને બીજા કાર્યકાળ માટે બિનહરીફ પસંદ કરવામાં આવ્યા હતા. બાલીમાં યોજાયેલી બેઠકમાં બોર્ડના ડિરેક્ટર્સ દ્વારા તેમને ફરી ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ જવાબદારી મળ્યા બાદ જય શાહે જણાવ્યું હતું કે ICCના અધ્યક્ષ તરીકે કામ કરવું તેમના માટે સન્માનની સાથે મોટી જવાબદારી પણ છે. વિશ્વભરમાં ક્રિકેટનો વિકાસ કરવા માટે તેઓ તમામ સભ્યો સાથે મળીને કામ કરતા રહેશે.

2028 Los Angeles Olympics: 2028 ઓલિમ્પિક્સમાં ક્રિકેટની વાપસી મોટી તક

2028 Los Angeles Olympics

જય શાહે જણાવ્યું કે વૈશ્વિક ક્રિકેટ માટે આ મહત્ત્વપૂર્ણ અને રોમાંચક સમયગાળો છે. 2028માં લોસ એન્જલસ ખાતે યોજાનારી ઓલિમ્પિક્સમાં ક્રિકેટની વાપસી નવા દર્શકો સુધી રમતને પહોંચાડવાની મોટી તક પૂરી પાડશે. તેમણે ભાર મૂક્યો કે ICCની જવાબદારી માત્ર મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવાની નથી, પરંતુ ખેલાડીઓ, ચાહકો અને રમત સાથે જોડાયેલા તમામ લોકોના હિતોને ધ્યાનમાં રાખીને ક્રિકેટનું ભવિષ્ય મજબૂત બનાવવાની પણ છે.

2028 Los Angeles Olympics: 2024માં પહેલીવાર બન્યા હતા ICCના ચેરમેન

જય શાહ 2024માં પહેલીવાર ICCના ચેરમેન બન્યા હતા. તેમણે ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લીધું હતું. તે સમયે 36 વર્ષની ઉંમરે તેઓ ICCના સૌથી યુવા ચેરમેન બન્યા હતા. તેમના ક્રિકેટ વહીવટની શરૂઆત 2009માં અમદાવાદના ક્રિકેટ વહીવટી માળખામાં કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે થઈ હતી. ત્યારબાદ 2013માં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ બન્યા હતા.

2028 Los Angeles Olympics: BCCIથી ICC સુધીની લાંબી સફર

2028 Los Angeles Olympics

2015માં તેઓ BCCIની નાણાં સમિતિના સભ્ય બન્યા અને 2019માં BCCIના સચિવ તરીકે જવાબદારી સંભાળી હતી. 2021માં એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ બન્યા અને 2022માં ફરી આ જવાબદારી મળી હતી. આ ઉપરાંત ICCની ફાઇનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટીના અધ્યક્ષ તરીકે પણ તેમણે કામગીરી કરી છે. જય શાહ ICCના ચેરમેન બનનારા પાંચમા ભારતીય છે. તેમના પહેલાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર આ પદ પર રહી ચૂક્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પાટણના હોસાપુરમાં માતાજીની રમેલ દરમિયાન ભૂવાજીનું અચાનક નિધન, અડિયા ગામના અમરતભાઈ જાદવના મોતથી પંથકમાં શોક

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments