HomeGujaratCBI and ED Intensify Probe: સટ્ટાબાજી અને આંગડિયા પેઢીઓ મારફતે કરોડોના વ્યવહારોની...

CBI and ED Intensify Probe: સટ્ટાબાજી અને આંગડિયા પેઢીઓ મારફતે કરોડોના વ્યવહારોની આશંકા; મહાદેવ એપ કેસમાં ગુજરાત કનેક્શન પર તપાસ એજન્સીઓની નજર

CBI and ED Intensify Probe: મહાદેવ બેટિંગ એપ કેસમાં હવે ગુજરાત કનેક્શનને લઈને તપાસનો વ્યાપ વધ્યો છે. કેસના પ્રમોટર અને આરોપી સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લાવવામાં આવ્યા બાદ તપાસ એજન્સીઓએ ગુજરાત સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોની તપાસ તેજ કરી છે. અહેવાલો અનુસાર, કેટલાક બુકીઓ અને આંગડિયા પેઢીઓ મારફતે મોટા પાયે નાણાંની હેરફેર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

CBI and ED Intensify Probe: બુકીઓ અને આંગડિયા પેઢીઓ મારફતે નાણાંની હેરફેરની તપાસ

CBI and ED Intensify Probe

તપાસમાં ગુજરાત સાથે જોડાયેલા કેટલાક શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની કડીઓ શોધવામાં આવી રહી છે. ખાસ કરીને બુકીઓના નેટવર્ક અને આંગડિયા પેઢીઓ મારફતે નાણાંની હેરફેર થઈ હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. આ વ્યવહારો પાછળ કોણ-કોણ સામેલ હતું અને નાણાં ક્યાં પહોંચાડવામાં આવતાં હતાં તે અંગે તપાસ એજન્સીઓ વિગતો એકત્રિત કરી રહી છે.

CBI and ED Intensify Probe: એક લાખ ડમી બેંક ખાતાંનો ઉપયોગ થયાની આશંકા

CBI and ED Intensify Probe

અહેવાલ મુજબ, વર્ષ 2021થી 2024 દરમિયાન આશરે એક લાખ ડમી બેંક ખાતાં મારફતે નાણાકીય વ્યવહારો થયા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. CBI અને EDની કાર્યવાહી વચ્ચે આ નેટવર્ક સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા અને નાણાકીય વ્યવહારોની કડીઓ તપાસવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે તપાસ અને ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પારદર્શક છત અને મોટી બારીઓવાળી AC બસ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર; ગુજરાત STમાં દેશની પ્રથમ વિસ્ટાડોમ AC બસ સેવા શરૂ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments