HomeGujaratGujarat Tourism Gets a Boost: પારદર્શક છત અને મોટી બારીઓવાળી AC બસ...

Gujarat Tourism Gets a Boost: પારદર્શક છત અને મોટી બારીઓવાળી AC બસ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર; ગુજરાત STમાં દેશની પ્રથમ વિસ્ટાડોમ AC બસ સેવા શરૂ

Gujarat Tourism Gets a Boost: ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને પ્રવાસીઓના અનુભવને વધુ યાદગાર બનાવવા માટે ગુજરાત ST દ્વારા એકતાનગરમાં વિસ્ટાડોમ AC બસ સેવા શરૂ કરવામાં આવી છે. GSRTC અને ગુજરાત ટુરિઝમના સહયોગથી 2 નવેમ્બરથી શરૂ થયેલી આ સેવા દેશની પ્રથમ વિસ્ટાડોમ AC બસ સેવા તરીકે ઓળખાવવામાં આવી રહી છે.

Gujarat Tourism Gets a Boost: પારદર્શક છત અને મોટી બારીઓ બનશે આકર્ષણ

Gujarat Tourism Gets a Boost

આ બસની સૌથી વિશેષતા તેની પારદર્શક છત અને મોટી બારીઓ છે, જેના કારણે મુસાફરો પ્રવાસ દરમિયાન આસપાસના કુદરતી નજારા અને સુંદર સ્થળોનો નજીકથી આનંદ માણી શકશે. ખાસ કરીને એકતાનગર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા આવતા પ્રવાસીઓ માટે આ સુવિધા આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.

Gujarat Tourism Gets a Boost: પ્રથમ તબક્કામાં બે બસ કાર્યરત

આ પ્રોજેક્ટ હેઠળ કુલ પાંચ બસ તૈયાર કરવામાં આવી છે, જેમાંથી પ્રથમ તબક્કામાં બે બસને કાર્યરત કરવામાં આવી છે. પ્રવાસીઓની સુવિધા અને પ્રવાસન સ્થળો સુધીની મુસાફરીને વધુ આનંદદાયક બનાવવાના હેતુથી આ પહેલ કરવામાં આવી છે.

રણોત્સવમાં પણ દોડશે વિસ્ટાડોમ બસ

Gujarat Tourism Gets a Boost

એકતાનગર ઉપરાંત રણોત્સવ દરમિયાન પણ આવી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસ સેવા પ્રવાસીઓને મુસાફરીની સાથે કુદરતી સૌંદર્ય માણવાની અનોખી તક પૂરી પાડશે. વિસ્ટાડોમ AC બસ સેવા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં નવો અનુભવ ઉમેરશે અને રાજ્યના પ્રવાસન આકર્ષણોમાં વધુ એક સુવિધાનો ઉમેરો કરશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘રામાયણ’નો એક પણ સીન લીક કર્યો તો કડક કાર્યવાહી થશે: રિલીઝ પહેલાં જ ₹73 કરોડની કમાણી, ટ્રોલિંગ પર રણબીરે કહ્યું- ‘કુછ તો લોગ કહેંગે’

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments