HomeDeshRelief for Surat Pilgrims: વાયરલ વીડિયોમાં મદદની અપીલ બાદ તંત્ર હરકતમાં આવ્યું;...

Relief for Surat Pilgrims: વાયરલ વીડિયોમાં મદદની અપીલ બાદ તંત્ર હરકતમાં આવ્યું; હેલિકોપ્ટર મારફતે તમામ યાત્રાળુઓનું રેસ્ક્યૂ

Relief for Surat Pilgrims: ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે ફસાયેલા સુરતના 14 યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કેદારનાથ યાત્રા દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલા યાત્રાળુઓને લઈને પરિવારજનોમાં ચિંતા જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ, સુરતના અલથાણ વિસ્તારના યાત્રાળુઓનું એક ગ્રુપ કેદારનાથ યાત્રાએ ગયું હતું. યાત્રા દરમિયાન ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનના કારણે કેટલાક યાત્રાળુઓ ત્યાં ફસાઈ ગયા હતા. શરૂઆતમાં ત્રણ યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 11 યાત્રાળુઓ હજુ કેદારનાથમાં ફસાયેલા હતા.

Relief for Surat Pilgrims: વાયરલ વીડિયો બાદ તંત્ર હરકતમાં

Relief for Surat Pilgrims

ફસાયેલા યાત્રાળુઓમાંથી રંજનબેને ‘પ્લીઝ અમારી મદદ કરો’ તેવી અપીલ કરતો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો તંત્ર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી હતી.

Relief for Surat Pilgrims: હેલિકોપ્ટરથી 11 યાત્રાળુઓનું રેસ્ક્યૂ

Relief for Surat Pilgrims

બચાવ કામગીરી દરમિયાન હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે રેસ્ક્યૂ ટીમે કામગીરી હાથ ધરીને બાકીના 11 યાત્રાળુઓને પણ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આમ, સુરતના તમામ 14 યાત્રાળુઓ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે.

આ ઘટનાથી યાત્રાળુઓના પરિવારજનોમાં રાહતની લાગણી જોવા મળી છે. કેદારનાથ વિસ્તારમાં વરસાદ અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4% MDR: સુપ્રીમ કોર્ટે રોક લગાવવાનો ઇનકાર, કેન્દ્ર-આરબીઆઈ-NPCI પાસેથી જવાબ માંગ્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments