HomeGujaratLNG Train Launched in Gujarat: અમદાવાદમાં દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી,...

LNG Train Launched in Gujarat: અમદાવાદમાં દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી, અમિત શાહે ₹1,542 કરોડના વિકાસકાર્યોનો પ્રારંભ કર્યો

LNG Train Launched in Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 27 સપ્ટેમ્બરે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી દેશની પ્રથમ LNG આધારિત ટ્રેનને લીલી ઝંડી આપી. આ પ્રસંગે તેમણે રેલવે ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત અંદાજે ₹1,542 કરોડથી વધુના વિવિધ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો.

LNG Train Launched in Gujarat: એક ટેન્કમાં 2,200 કિમી સુધી દોડી શકશે LNG ટ્રેન

આ LNG ટ્રેનની ખાસિયત એ છે કે એક વખત સંપૂર્ણ ભરેલા LNG ટેન્ક સાથે તે આશરે 2,200 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. ટ્રેનમાં ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તેનું એન્જિન LNG તેમજ ડીઝલ બંને પર ચાલી શકે છે. જરૂરિયાત મુજબ એન્જિન બંને ઇંધણ વચ્ચે સ્વિચ કરી શકે છે.

આ પ્રોજેક્ટ હેઠળ 1,400 HP ક્ષમતાવાળા બે ડ્રાઇવિંગ પાવર કાર (DPC)ને LNG ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. મહેસાણા અને સાબરમતી વચ્ચે આશરે આઠ મહિના સુધી ટ્રાયલ કરવામાં આવ્યો હતો અને 2,000 કિલોમીટરથી વધુનો ફિલ્ડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયો હોવાનું જણાવાયું છે.

LNG Train Launched in Gujarat: આગામી સમયમાં વધુ ટ્રેનોમાં LNG ટેકનોલોજી

રેલવે દ્વારા આવનારા સમયમાં વધુ 8થી 10 ટ્રેનોમાં LNG ટેકનોલોજી અપનાવવાની યોજના હોવાનું જણાવાયું છે. અમદાવાદ DRM વેદ પ્રકાશના જણાવ્યા મુજબ LNG ડીઝલની સરખામણીએ સસ્તું ઇંધણ હોવાથી સંચાલન ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. સાથે જ કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને રજકણો જેવા પ્રદૂષક તત્વોના ઉત્સર્જનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

LNG Train Launched in Gujarat

LNG Train Launched in Gujarat: સાબરમતીમાં ₹700 કરોડનો લોકોમોટિવ શેડ

કાર્યક્રમ દરમિયાન સાબરમતીમાં આશરે ₹700 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શેડમાં 12,000 HP ક્ષમતાવાળા ઇલેક્ટ્રિક માલગાડી એન્જિનના મેન્ટેનન્સ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

LNG Train Launched in Gujarat: સાબરમતી-સરખેજ રેલવે લાઇન ડબલ થશે

LNG Train Launched in Gujarat

આ ઉપરાંત આશરે ₹313.27 કરોડના ખર્ચે સાબરમતી-સરખેજ વચ્ચે 21 કિલોમીટર લાંબી રેલવે લાઇનને ડબલ કરવાની કામગીરી હાથ ધરાશે. આ કામ માર્ચ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રોજેક્ટમાં સાબરમતી, ગાંધીગ્રામ, વસ્ત્રાપુર અને સરખેજ સ્ટેશનો સાથે જોડાયેલી વિવિધ માળખાકીય કામગીરીનો પણ સમાવેશ થાય છે.

ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં સાબરમતી વિસ્તારના વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એક સમય હતો જ્યારે સાબરમતી રેલવે સ્ટેશનથી રિક્ષા મેળવવા માટે લોકોને આશરે બે કિલોમીટર સુધી ચાલવું પડતું હતું, જ્યારે હવે આ વિસ્તાર મેટ્રો, ST અને ઝડપી રેલ કનેક્ટિવિટી સાથે જોડાઈ રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રેલવે આધુનિકીકરણ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ગુજરાતમાં વંદે ભારત તથા અમૃત ભારત ટ્રેન સેવાઓ સહિતના વિકાસકાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સર્જિકલ સ્ટ્રાઈકને 10 વર્ષ: મન કી બાતમાં PM મોદીએ ગણાવ્યો ઐતિહાસિક પ્રસંગ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments