HomeSportsMission 2027 Begins: આજથી મિશન 2027 વર્લ્ડ કપનો ‘શુભ’ આરંભ: વેસ્ટ ઇન્ડીઝ...

Mission 2027 Begins: આજથી મિશન 2027 વર્લ્ડ કપનો ‘શુભ’ આરંભ: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની પહેલી વન-ડે, કોહલી-રોહિતના રેકોર્ડ પર નજર

Mission 2027 Begins: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણ મેચની વન-ડે સિરીઝનો પ્રથમ મુકાબલો આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝને આગામી 2027 વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારતીય ટીમની કમાન શુભમન ગિલના હાથમાં રહેશે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝનું નેતૃત્વ શાઈ હોપ કરશે.

મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓ પર ખાસ નજર રહેશે. બીજી તરફ, યુવા ખેલાડીઓ માટે પણ પોતાની ક્ષમતા સાબિત કરવાની તક રહેશે.

Mission 2027 Begins: ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેનો રેકોર્ડ

Mission 2027 Begins

વન-ડે ક્રિકેટમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અત્યાર સુધી 142 મુકાબલા રમાયા છે. તેમાં ભારતે 72 મેચ જીતી છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝે 64 મેચમાં જીત મેળવી છે. ચાર મેચમાં પરિણામ આવ્યું નહોતું, જ્યારે બે મુકાબલા ટાઈ રહ્યા હતા.

છેલ્લી પાંચ વન-ડે મેચની વાત કરીએ તો ભારતે ચાર મેચમાં જીત મેળવી છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ એક મેચ જીત્યું છે.

Mission 2027 Begins: ગિલ, રોહિત અને કોહલી પર રહેશે નજર

ભારતીય કેપ્ટન શુભમન ગિલનું તાજેતરનું પ્રદર્શન પણ ચર્ચામાં છે. છેલ્લી નવ મેચમાં તેણે 93.5ની સરેરાશથી 561 રન બનાવ્યા છે. રોહિત શર્માએ છેલ્લી 10 મેચમાં 45.4ની સરેરાશથી 454 રન બનાવ્યા છે.

બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ છેલ્લી આઠ મેચમાં 17 વિકેટ ઝડપી છે. વેસ્ટ ઇન્ડીઝ તરફથી કેપ્ટન શાઈ હોપે છેલ્લી 10 મેચમાં 51.57ની સરેરાશથી 361 રન બનાવ્યા છે.

Mission 2027 Begins: તિરુવનંતપુરમમાં કોહલીનો ખાસ રેકોર્ડ

વિરાટ કોહલી માટે તિરુવનંતપુરમનું મેદાન ખાસ રહ્યું છે. અહીં તેણે અત્યાર સુધી રમેલી વન-ડે મેચોમાં વિકેટ ગુમાવી નથી.

2018માં વેસ્ટ ઇન્ડીઝ સામે તેણે અણનમ 33 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ 2023માં શ્રીલંકા સામે કોહલીએ અણનમ 166 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 13 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.

Mission 2027 Begins: કોહલી-રોહિતના મોટા રેકોર્ડ પર નજર

Mission 2027 Begins

વિરાટ કોહલી વન-ડે ક્રિકેટમાં 15 હજાર રનના વિશાળ આંકડાની નજીક છે. તે આ માઈલસ્ટોનથી માત્ર 59 રન દૂર હોવાનું જણાવાયું છે.

બીજી તરફ રોહિત શર્મા પણ વન-ડે ક્રિકેટમાં 12 હજાર રન પૂર્ણ કરવાની નજીક છે. આ ઉપરાંત ઓપનર તરીકે 10 હજાર વન-ડે રન પૂર્ણ કરવાની સિદ્ધિથી પણ તે નજીક છે.

રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 2 હજાર ચોગ્ગા પૂર્ણ કરવાની નજીક પણ છે.

Mission 2027 Begins: શરૂઆતમાં ફાસ્ટ બોલરોને મદદ મળી શકે

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ પર શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરોને સીમ અને સ્વિંગની મદદ મળવાની શક્યતા છે. શરૂઆતમાં બેટર્સ માટે શોટ રમવા પડકારજનક બની શકે છે.

મેચ આગળ વધે તેમ બેટિંગ માટે પરિસ્થિતિ વધુ અનુકૂળ બનવાની શક્યતા રહે છે. તેથી ટોસ પણ મેચના પરિણામમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Mission 2027 Begins

Mission 2027 Begins: વરસાદ મેચની મજા બગાડી શકે

તિરુવનંતપુરમમાં મેચ દરમિયાન વરસાદની શક્યતા પણ છે. હવામાન વિભાગ અને વિવિધ હવામાન સેવાઓના અપડેટ પ્રમાણે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડે અથવા ઓવરોમાં ઘટાડો થાય તેવી શક્યતા નકારી શકાય નહીં.

સંભવિત ભારતીય ટીમ

Mission 2027 Begins

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ કૃષ્ણા.

સંભવિત વેસ્ટ ઇન્ડીઝ ટીમ

જોન કેમ્પબેલ, શાઈ હોપ (કેપ્ટન/વિકેટકીપર), કીસી કાર્ટી, રોસ્ટન ચેઝ, શેરફેન રધરફોર્ડ, જસ્ટિન ગ્રીવ્સ, મેથ્યુ ફોર્ડ, કીમો પોલ, અલ્ઝારી જોસેફ, ગુડાકેશ મોતી અને જેડન સીલ્સ.

વધુ સમાચાર સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આજે જ પતાવી લો જરૂરી કામ, 28થી 30 સપ્ટેમ્બર સુધી હડતાળ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments