HomeGujaratGujarat Security Alert: સોમનાથ મંદિર અને ભાજપ કાર્યાલયોને બોમ્બથી ઉડાવવાની ધમકી;'અલ્લાહ હું...

Gujarat Security Alert: સોમનાથ મંદિર અને ભાજપ કાર્યાલયોને બોમ્બથી ઉડાવવાની ધમકી;’અલ્લાહ હું અકબર, ખાલિસ્તાન’નો મેઈલમાં ઉલ્લેખ,

Gujarat Security Alert: ગુજરાતમાં સોમનાથ મંદિર, ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ તથા અમદાવાદના ભાજપ કાર્યાલય સહિતના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. 21 સપ્ટેમ્બર, 2026ના રોજ મળેલા આ ધમકીભર્યા ઈ-મેઈલ બાદ પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી હતી.

Gujarat Security Alert: ધમકીભર્યા ઈ-મેઈલથી સુરક્ષા તંત્ર એલર્ટ

Gujarat Security Alert

અહેવાલો મુજબ ઈ-મેઈલમાં સોમનાથ મંદિર ઉપરાંત ભાજપના ગાંધીનગર સ્થિત ‘કમલમ’ કાર્યાલય અને અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ત્યાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાનું અહેવાલ છે.

Gujarat Security Alert: અગાઉ પણ મળી હતી ધમકી

Gujarat Security Alert

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ સરકારી કચેરીઓ, કોર્ટ અને અન્ય મહત્વના સ્થળોને ધમકીભર્યા ઈ-મેઈલ મળવાની ઘટનાઓ સામે આવી છે. 17 સપ્ટેમ્બરે અમદાવાદની જિલ્લા કોર્ટ અને ઘીકાંટા કોર્ટને પણ ધમકી મળી હતી, જેમાં મહાત્મા મંદિર, વાડીનાર અને સિક્કા પોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Gujarat Security Alert

15 સપ્ટેમ્બરની તપાસમાં ગુજરાત પોલીસે બોમ્બ-થ્રેટ ઈ-મેઈલના કથિત નેટવર્કના બે આરોપીઓની ધરપકડ કરી હતી અને 5,13,847 ઈ-મેઈલ આઈડી તથા પાસવર્ડનો મોટો ડેટાબેઝ મળ્યાનું પોલીસના હવાલાથી અહેવાલ આવ્યું હતું. આ તપાસ હજુ ચાલુ છે.

હાલની ધમકીની વિશ્વસનીયતા અને ઈ-મેઈલનો સ્ત્રોત શોધવા સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. ધમકીના પગલે સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને ભાજપમાં સેન્સ પ્રક્રિયા શરૂ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments