Ambaji Bhadarvi Poonam Mela: શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાવાનો છે. લાખો માઈભક્તો અંબાજી પહોંચવાના હોવાથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ — GSRTC દ્વારા વિશાળ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તાજેતરના અહેવાલ મુજબ મેળા દરમિયાન આશરે 6,000 વિશેષ બસો દોડાવવામાં આવશે અને 30,000 વધારાની ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
Ambaji Bhadarvi Poonam Mela: માઈભક્તો માટે બસોની મોટી વ્યવસ્થા

ભાદરવી પૂનમના મેળા દરમિયાન ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા નિયમિત બસો ઉપરાંત વિશેષ બસ સેવા શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. યાત્રાળુઓને દર્શન બાદ સરળતાથી પોતાના શહેરો અને ગામોમાં પરત પહોંચાડી શકાય તે માટે પણ વધારાની ટ્રિપ્સ ચલાવવામાં આવશે.
Ambaji Bhadarvi Poonam Mela: હજારો કર્મચારીઓની તૈનાતી
પરિવહન વ્યવસ્થા સરળતાથી ચાલે તે માટે 4,000થી વધુ કર્મચારીઓને કામગીરીમાં જોડવામાં આવનાર હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બસોના સંચાલન ઉપરાંત મુસાફરો માટે વધારાના ટિકિટ કાઉન્ટર, પાણી, સેનિટેશન અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
Ambaji Bhadarvi Poonam Mela: 20થી 26 સપ્ટેમ્બર સુધી મહામેળો

અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મેળાની વ્યવસ્થા માટે વિવિધ સમિતિઓ બનાવીને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક, સુરક્ષા, પરિવહન અને ભીડ વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. GSRTCનું આ આયોજન ખાસ કરીને પગપાળા અને અન્ય માધ્યમથી અંબાજી પહોંચતા શ્રદ્ધાળુઓને દર્શન બાદ પરત ફરવામાં મદદરૂપ બનશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: એશિયાના સૌથી ધનિકોની રેસમાં મોટો ફેરફાર, અદાણીથી આગળ નીકળ્યા ઝાંગ યિમિંગ

