HomeDeshRising Food Prices Put : મોંઘવારીનો રસોડા પર માર, ઘરનું ભોજન બજેટ...

Rising Food Prices Put : મોંઘવારીનો રસોડા પર માર, ઘરનું ભોજન બજેટ થયું ભારે

Rising Food Prices Put : રસોડાની જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારાની અસર હવે સામાન્ય પરિવારના માસિક બજેટ પર જોવા મળી રહી છે. ઓગસ્ટ 2026માં દેશમાં ખાદ્ય મોંઘવારીનો દર 5.95 ટકા નોંધાયો હોવાનું ઉપલબ્ધ આંકડામાં દર્શાવવામાં આવ્યું છે. ખાદ્ય ચીજોના ભાવમાં વધારાને કારણે રોજિંદા ભોજન પાછળ થતો ખર્ચ વધી રહ્યો છે.

Rising Food Prices Put :

Rising Food Prices Put : ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારી વધુ

આંકડા મુજબ ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી 6.13 ટકા, જ્યારે શહેરી વિસ્તારોમાં 5.64 ટકા રહી છે. ખાસ કરીને ડુંગળી, બટાકા સહિત કેટલીક ખાદ્ય ચીજોના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જોકે, તમામ ખાદ્ય ચીજોના ભાવમાં એકસમાન વધારો થયો નથી. કેટલાક શાકભાજીના ભાવમાં ઘટાડો પણ નોંધાયો છે.

Rising Food Prices Put :

Rising Food Prices Put :પરિવારના બજેટ પર સીધી અસર

Household Consumption Expenditure Survey 2023-24ના આંકડા અનુસાર, ભારતમાં ગ્રામ્ય પરિવારોના કુલ માસિક વ્યક્તિદીઠ વપરાશ ખર્ચમાં ખોરાક પાછળનો હિસ્સો 47.04 ટકા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં આ હિસ્સો 39.68 ટકા છે.

એટલે ખાદ્ય ચીજોના ભાવમાં થતો વધારો પરિવારના કુલ બજેટને સીધી અસર કરી શકે છે. દાળ, અનાજ, શાકભાજી, તેલ, દૂધ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ફેરફાર થતા ઘરના માસિક ખર્ચનું આયોજન પણ મુશ્કેલ બની શકે છે.

ખાસ કરીને ગ્રામ્ય પરિવારોના બજેટમાં ખોરાકનો હિસ્સો વધુ હોવાથી ખાદ્ય મોંઘવારીનો પ્રભાવ તેમના માસિક ખર્ચમાં વધુ સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે.

આ પણ વાંચો :નકલી પાસપોર્ટ સાથે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર ઝડપાયો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments