HomeScience & TechnologyApple Event 2026: એપલે લોન્ચ કર્યો પહેલો ફોલ્ડેબલ 'આઇફોન ડ્યુઓ' સહિત 6...

Apple Event 2026: એપલે લોન્ચ કર્યો પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડ્યુઓ’ સહિત 6 ડિવાઇસ, જાણો કિંમત, ફિચર્સ અને ભારતમાં વેચાણની તારીખ

Apple Event 2026: એપલે પોતાની ખાસ ‘સરપ્રાઇઝ એન્ડ શાઇન’ લોન્ચ ઇવેન્ટમાં ટેક જગતમાં મોટો ધમાકો કરતા કંપનીનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘આઇફોન ડ્યુઓ’ (iPhone Duo) સહિત કુલ 6 ડિવાઇસ માર્કેટમાં ઉતાર્યા છે. કંપનીના નવા સીઇઓ જોન ટર્નસની આગેવાની હેઠળ યોજાયેલી આ પહેલી લોન્ચ ઇવેન્ટમાં આઇફોન 18 પ્રો સિરીઝ ઉપરાંત નવી વોચ અને એરપોડ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

Apple Event 2026

Apple Event 2026: આઇફોન ડ્યુઓ: અત્યાર સુધીનો સૌથી મોટો અને મોંઘો આઇફોન

આઇફોન ડ્યુઓમાં 5.4-ઇંચની કવર ડિસ્પ્લે અને અંદર 7.6-ઇંચની પ્રાઇમરી ડિસ્પ્લે આપવામાં આવી છે, જે યુઝર્સને આઇપેડ મિની જેવો સ્ક્રીન અનુભવ આપશે. તેમાં એકસાથે બે એપ્સ સરળતાથી ચલાવી શકાય છે.

Apple Event 2026
  • કિંમત: ₹3,00,000 થી શરૂ થઈ ટોપ મોડલ માટે ₹4,50,000 સુધી
  • બુકિંગ: 16 ઓક્ટોબરથી શરૂ
  • વેચાણ: 23 ઓક્ટોબરથી શરૂ

Apple Event 2026: આઇફોન 18 પ્રો સિરીઝ: DSLR ટેકનોલોજી સાથે એન્ટ્રી

કંપનીએ આ વખતે ફક્ત પ્રીમિયમ વેરિઅન્ટ્સ રજૂ કર્યા છે, જેમાં પ્રોફેશનલ DSLR લેવલની ટેકનોલોજી ધરાવતો પાવરફુલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.

  • આઇફોન 18 પ્રો કિંમત: ₹1,64,900 થી શરૂ
  • આઇફોન 18 પ્રો મેક્સ કિંમત: ₹1,79,900 થી શરૂ
  • બુકિંગ અને વેચાણ: 12 સપ્ટેમ્બરથી બુકિંગ અને 18 સપ્ટેમ્બરથી ભારતમાં વેચાણ શરૂ થશે.
Apple Event 2026

અન્ય લોન્ચ થયેલા ડિવાઇસ

  • એરપોડ્સ 5 (AirPods 5)
  • એપલ વોચ સિરીઝ 12 (Apple Watch Series 12)
  • એપલ વોચ અલ્ટ્રા 4 (Apple Watch Ultra 4)
Apple Event 2026

Apple Event 2026: Siri AI માં 6 મોટા ફેરફારો

  1. સ્ક્રીન કન્ટેન્ટ અન્ડરસ્ટેન્ડિંગ: સ્ક્રીન પર દેખાતી બાબતો સમજીને સીધું કાર્ય પૂરું કરશે.
  2. પર્સનલ ડેટા ઇન્ટેલિજન્સ: મેસેજ, ઇમેઇલ અને કેલેન્ડરમાંથી ટ્રિપ કે મીટિંગની સચોટ માહિતી આપશે.
  3. ઇન-એપ એક્શન્સ: માત્ર એપ્લિકેશન ખોલવા ઉપરાંત ફોટો એડિટિંગ અને શેરિંગ જેવા આંતરિક કાર્યો પણ કરશે.
  4. નેચરલ કન્વર્ઝેશન: અટકીને બોલાયેલી કે અધૂરી વાતો પણ સરળતાથી સમજી લેશે.
  5. ટાઇપ ટુ સિરી: સ્ક્રીન નીચે ડબલ ટેપ કરીને હવે બોલ્યા વગર ટાઇપ કરીને કમાન્ડ આપી શકાશે.
  6. ChatGPT સપોર્ટ: જટિલ પ્રશ્નો અને રેસિપી કે લાંબા લખાણો માટે સીધી ચેટજીપીટીની મદદ લેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં ભાડાના મકાનને લગતા નિયમોમાં ઐતિહાસિક ફેરફાર, ગુજરાત રેન્ટ બિલ ૨૦૨૬ રજૂ થશે, ૩ મહિનાથી વધુ ડિપોઝિટ નહીં લઈ શકાય

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments