Major Tenancy Law Overhaul in Gujarat: ગુજરાત સરકારે ભાડાના મકાન તેમજ કોમર્શિયલ મિલકતોને લગતા દાયકાઓ જૂના નિયમોમાં ધરખમ ફેરફારો કરવાની તૈયારી હાથ ધરી છે. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ દ્વારા વિધાનસભામાં ‘ગુજરાત રેન્ટ બિલ, ૨૦૨૬’ (Gujarat Bill No. 22 of 2026) રજૂ કરવાની દરખાસ્ત મુકાઈ છે. આ બિલ દ્વારા વર્ષ ૧૯૪૭ના જૂના કાયદાને રદ કરીને કરાર આધારિત આધુનિક અને પારદર્શક ભાડા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. નવા કાયદા હેઠળ મકાનમાલિક અને ભાડૂઆત બંનેના અધિકારો અને જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવી છે.
Major Tenancy Law Overhaul in Gujarat: સિક્યોરિટી ડિપોઝિટ અને રિફંડના કડક નિયમો
નવા બિલની સૌથી મહત્વની જોગવાઈ મુજબ, મકાનમાલિક હવે કોઈપણ ભાડૂઆત પાસેથી ૩ મહિનાના ભાડાથી વધુ રકમની સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં. આ ઉપરાંત, ભાડૂઆત જ્યારે મકાન ખાલી કરે ત્યારે માન્ય કપાત (ડિડક્શન) બાદ વધી રહેલી ડિપોઝિટની રકમ મકાનમાલિકે એક મહિનાની અંદર પરત કરવી ફરજિયાત રહેશે.


Major Tenancy Law Overhaul in Gujarat: લેખિત કરાર અને ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત
કાયદો અમલમાં આવ્યા બાદ લેખિત ભાડા કરાર (રેન્ટ એગ્રીમેન્ટ) વિના કોઈપણ રહેણાંક કે કોમર્શિયલ પરિસર ભાડે આપી શકાશે નહીં.
- કરાર થયાના બે મહિનાની અંદર મકાનમાલિક અને ભાડૂઆતે સંયુક્તપણે ‘ભાડા સત્તામંડળ’ (Rent Authority) સમક્ષ નિર્ધારિત નમૂનામાં જાણ કરવાની રહેશે.
- સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવા માટે વિશેષ ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવશે.
- ભાડા સંબંધિત વિવાદોના ઝડપી નિકાલ માટે ભાડા સત્તામંડળ, ભાડા અદાલત અને ભાડા ટ્રિબ્યુનલની ત્રિ-સ્તરીય વ્યવસ્થા ઊભી કરાશે.
Major Tenancy Law Overhaul in Gujarat: મુદત પૂરી થયા બાદ મકાન ખાલી ન કરે તો બમણું ભાડું
જો ભાડા કરારની મુદત પૂરી થઈ જાય અને તેનું રિન્યુઅલ કર્યા વિના ભાડૂઆત ગેરકાયદે મિલકતનો કબજો જાળવી રાખે, તો તેણે માસિક ભાડા કરતાં બમણી રકમ ચૂકવવી પડશે. જોકે, યુદ્ધ, પૂર કે ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓના સંજોગોમાં આપત્તિ પૂર્ણ થયા બાદ વધુમાં વધુ એક મહિના સુધી રહેવાની છૂટ મળશે. આ ઉપરાંત, મકાનમાલિકની પૂર્વ પરવાનગી વિના ભાડૂઆત મિલકતનો કોઈપણ ભાગ અન્ય કોઈને સબ-લેટ (પેટા-ભાડે) આપી શકશે નહીં.
Major Tenancy Law Overhaul in Gujarat: ભાડૂઆતની પ્રાઇવસીનું રક્ષણ
મકાનમાલિકો કે પ્રોપર્ટી મેનેજરો પોતાની મરજી મુજબ ગમે ત્યારે મકાનમાં પ્રવેશી શકશે નહીં. મિલકતની મુલાકાત લેતાં પહેલાં ભાડૂઆતને અગાઉથી જાણ કરવી પડશે. સાથે જ, સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી મકાનમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
થાઈલેન્ડ પ્રવાસના નિયમોમાં મોટો ફેરફાર: ભારતીયો માટે 30 દિવસ વિઝા-ફ્રી પ્રવેશ

