Tata Chemicals: ભારતના ટાટા ગ્રૂપની કંપની Tata Chemicalsને કેન્યામાં મોટો ઝટકો લાગ્યો છે. કેન્યાના રાષ્ટ્રપતિ William Rutoએ કંપનીને દેશમાં કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો હોવાના અહેવાલો છે. રાષ્ટ્રપતિ રૂટોનો દાવો છે કે કાજિયાડો વિસ્તારમાં લાંબા સમયથી કામગીરી હોવા છતાં સ્થાનિક ઔદ્યોગિક વિકાસ, રોજગારી અને સ્થાનિક મૂલ્યવર્ધનને અપેક્ષિત લાભ મળ્યો નથી.
ટાટાની જગ્યાએ નવી કંપનીઓની યોજના

કેન્યાની સરકાર હવે Tata Chemicalsની જગ્યાએ બે નવી કંપનીઓ લાવવાની યોજના બનાવી રહી છે. આ કંપનીઓ દ્વારા ગ્લાસ અને કેમિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની વાત કરવામાં આવી રહી છે. સરકારનો ભાર સ્થાનિક ઉદ્યોગ, રોજગારી અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા પર હોવાનું જણાવાયું છે.
મગાડી સોડા ફેક્ટરી પર પણ અસર

અગાઉ જુલાઈમાં Magadi Soda Factoryની કામગીરી અને સોડા એશની નિકાસ સ્થગિત કરવામાં આવી હતી. આ ઘટનાક્રમ બાદ Tata Chemicals માટે કેન્યામાં બિઝનેસને લઈને વધુ મુશ્કેલી ઊભી થઈ છે.
ટાટા કેમિકલ્સનો પ્રતિભાવ
બીજી તરફ Tata Chemicalsએ કેન્યા સરકારના અધિકારનો આદર દર્શાવ્યો છે. કંપનીએ નિયમનકારી અને કાયદાકીય પ્રક્રિયા દ્વારા સમગ્ર મુદ્દાનો ઉકેલ લાવવા માટે પ્રયાસો ચાલુ રાખવાની વાત કરી છે. હવે સરકાર અને કંપની વચ્ચે આ મુદ્દે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: Jioનો મેગા IPO, શેરબજારમાં મોટી એન્ટ્રીની તૈયારી

