HomeStock MarketMukesh Ambani’s Jio: Jioનો મેગા IPO, શેરબજારમાં મોટી એન્ટ્રીની તૈયારી

Mukesh Ambani’s Jio: Jioનો મેગા IPO, શેરબજારમાં મોટી એન્ટ્રીની તૈયારી

Mukesh Ambani’s Jio: મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે Jio Platformsને શેરબજારમાં લિસ્ટ કરવાની દિશામાં આગળ વધી રહી છે. Jio Platformsના પ્રસ્તાવિત IPOને SEBI તરફથી મંજૂરી મળી ચૂકી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આશરે ₹37,700 કરોડનો આ IPO આવે તો તે ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO બની શકે છે.

Mukesh Ambani’s Jio: વૈશ્વિક રોકાણકારો પર કંપનીની નજર

Mukesh Ambani’s Jio

Jio IPOને લઈને કંપની દ્વારા મોટા પાયે રોડ શો યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે. અહેવાલો મુજબ વિદેશમાં આશરે ત્રણ સપ્તાહ સુધી રોડ શો યોજાઈ શકે છે. આ દરમિયાન વૈશ્વિક રોકાણકારોને Jio Platformsની કામગીરી, બિઝનેસ અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી શકે છે.

Mukesh Ambani’s Jio: ભારતમાં પણ રોડ શો યોજાશે

Mukesh Ambani’s Jio

વિદેશ બાદ ભારતમાં પણ લગભગ બે સપ્તાહનો રોડ શો યોજવાની તૈયારી હોવાનું સામે આવ્યું છે. ભારતીય રોકાણકારો સુધી પહોંચવા માટે કંપની તરફથી વિવિધ શહેરોમાં રોકાણકારો સાથે બેઠકો યોજાઈ શકે છે.

દિવાળી પહેલાં બજારમાં એન્ટ્રી?

અહેવાલો અનુસાર Jio Platformsનો IPO ઑક્ટોબરના અંત અથવા નવેમ્બરની શરૂઆતમાં બજારમાં આવી શકે છે. એટલે કે તહેવારોની સિઝનમાં ભારતીય શેરબજારમાં Jioની મોટી એન્ટ્રી જોવા મળી શકે છે.

જોકે IPOની અંતિમ તારીખ, પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. જો આશરે ₹37,700 કરોડનો ઇશ્યૂ આવે છે, તો ભારતીય IPO માર્કેટમાં નવો રેકોર્ડ સર્જાઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બરોડા મેડિકલ કોલેજના વિવાદિત પ્રોફેસર સામે સરકારની લાલ આંખ, વિદ્યાર્થીઓના રેગિંગના આક્ષેપ બાદ ડો. ચિરાગ બારોટની ભાવનગર તાત્કાલિક બદલી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments