Empowering Women’s Cricket: મહિલા ક્રિકેટ જગત માટે એક અત્યંત રોમાંચક અને ગર્વના સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવ્યા બાદ, ઇતિહાસની પ્રથમ વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૭ ની યજમાની ભારતને સોંપવામાં આવી છે. આ ગૌરવશાળી ટૂર્નામેન્ટ આગામી વર્ષે ૧૪ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ દરમિયાન ભારતના બે પ્રમુખ શહેરો મુંબઈ અને વડોદરા ખાતે રમાશે.
અગાઉ આ ટુર્નામેન્ટની યજમાની શ્રીલંકાને ફાળવવામાં આવી હતી, પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારી દખલગીરી અને નિર્ધારિત સુધારા ન થવાને કારણે ICCએ ૩૦ ઓગસ્ટે શ્રીલંકા પાસેથી યજમાની પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ યજમાની મેળવવાની રેસમાં બાંગ્લાદેશ, ભારત અને દક્ષિણ આફ્રિકા મેદાનમાં હતા, જેમાં ICCએ ધોરણો અને ક્ષમતાના આધારે ભારતના પ્રસ્તાવ પર મહોર લગાવી છે.
Empowering Women’s Cricket: ટૂર્નામેન્ટનું ફોર્મેટ અને ભાગ લેનાર ટીમો
આ અતિમહત્વપૂર્ણ ૬ ટીમોની ટૂર્નામેન્ટમાં વિશ્વની શક્તિશાળી ટીમો ટકરાશે. ૬ જુલાઈની કટઓફ તારીખના ICC મહિલા ટી-૨૦ ઇન્ટરનેશનલ ટીમ રેન્કિંગના આધારે ક્વોલિફાય થયેલી ટીમો નીચે મુજબ છે:
- ઓસ્ટ્રેલિયા
- ઇંગ્લેન્ડ
- ભારત (યજમાન)
- ન્યુઝીલેન્ડ
- દક્ષિણ આફ્રિકા
- શ્રીલંકા
ટૂર્નામેન્ટની તમામ ટીમો રાઉન્ડ-રોબિન લીગ પદ્ધતિમાં આમને-સામને ટકરાશે. લીગ સ્ટેજના મુકાબલા બાદ પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને રહેલી બે સર્વશ્રેષ્ઠ ટીમો વચ્ચે ૨૮ ફેબ્રુઆરીએ ભવ્ય ફાઇનલ મુકાબલો રમાશે.
Empowering Women’s Cricket: જય શાહ: “મહિલા ક્રિકેટ માટે એક નવો અને ઉત્સાહજનક અધ્યાય”
ICCના ચેરમેન જય શાહે આ ઐતિહાસિક જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “આઈસીસી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૭ મહિલા ક્રિકેટ માટે એક નવા અને ઉત્સાહજનક અધ્યાયની શરૂઆત છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે ટૂર્નામેન્ટની આ પ્રથમ સીઝન હશે, જેમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમો વચ્ચે કડક મુકાબલા જોવા મળશે. દર વર્ષે ICCની કોઈને કોઈ મુખ્ય મહિલા ટૂર્નામેન્ટ યોજાવાથી મહિલા ખેલાડીઓને વૈશ્વિક મંચ પર ચમકવાની, સાતત્ય જાળવી રાખવાની અને વિશ્વભરના પ્રશંસકો સમક્ષ નવો રોમાંચ ઊભો કરવાની ઉત્તમ તક મળશે. ભારતે અગાઉ મહિલા વનડે વર્લ્ડ કપની શાનદાર યજમાની કરી હતી, અને હવે આ નવી ટૂર્નામેન્ટ દ્વારા ભારતીય ક્રિકેટપ્રેમીઓને વધુ એક રોમાંચક સ્પોર્ટિંગ ઇવેન્ટ માણવા મળશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

