₹20 Lakh Salary Hike Rejected: બેંગ્લુરુના 31 વર્ષીય સોફ્ટવેર ડેવલપરનો એક નિર્ણય હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. વાર્ષિક આશરે ₹45 લાખનું પેકેજ ધરાવતા આ ટેકીને પ્રમોશન સાથે લગભગ ₹20 લાખના વધારાની ઓફર કરવામાં આવી હતી. ઓફર સ્વીકાર્યા બાદ તેનું વાર્ષિક પેકેજ ₹65 લાખથી વધુ થઈ શકતું હતું.
પરંતુ આ પ્રમોશન સાથે જવાબદારીઓમાં પણ મોટો વધારો થવાનો હતો. નવી ભૂમિકામાં અઠવાડિયામાં ચાર રાત અમેરિકાની ટીમ સાથે મોડીરાત સુધી કોલ કરવાની સાથે વારંવાર બિઝનેસ ટ્રાવેલ અને હાલની સરખામણીમાં લગભગ બમણી મોટી ટીમ સંભાળવાની જવાબદારી મળવાની હતી.
₹20 Lakh Salary Hike Rejected: વધુ પૈસા કરતાં જીવનને મહત્વ

ટેકીએ વિચારપૂર્વક આ પ્રમોશન ઓફર નકારી દીધી. તેના જણાવ્યા મુજબ, વધુ પગારની સાથે જો કામનો સમય, પ્રવાસ અને જવાબદારી એટલી વધી જાય કે પરિવાર, ફિટનેસ અને વ્યક્તિગત સમય માટે સમય જ ન બચે, તો માત્ર વધુ પૈસા માટે આવી ભૂમિકા સ્વીકારવી યોગ્ય નથી.
તેના આ નિર્ણયથી તેના પિતા પણ આશ્ચર્યમાં મુકાયા હતા. સામાન્ય રીતે વધુ પગાર અને પ્રમોશનને કારકિર્દીમાં મોટી સફળતા માનવામાં આવે છે, પરંતુ આ ટેકીએ અલગ જ પસંદગી કરી.
₹20 Lakh Salary Hike Rejected: Work-Life Balanceની ચર્ચા

ટેકીના આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર Work-Life Balance અંગે ચર્ચા શરૂ થઈ છે. અનેક લોકોનું માનવું છે કે કારકિર્દીમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે, પરંતુ તેની સાથે પરિવાર, સ્વાસ્થ્ય અને પોતાના માટેનો સમય જાળવી રાખવો પણ એટલો જ જરૂરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કેમ્પિંગ અને રોડ ટ્રિપના શોખીનો માટે ફોક્સવેગને રજૂ કરી છે ખાસ ઇલેક્ટ્રિક કેમ્પર વાન.

