HomeDeshIndian Railways: રેલવેમાં પહેલીવાર નવો પ્રયોગ: ખાનગી ભાગીદારીથી બનશે 6 નવા ફ્રેઈટ...

Indian Railways: રેલવેમાં પહેલીવાર નવો પ્રયોગ: ખાનગી ભાગીદારીથી બનશે 6 નવા ફ્રેઈટ રેલ કોરિડોર

Indian Railways: ભારતીય રેલવે હવે નવી રેલ લાઈનોના નિર્માણમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. નાણાં મંત્રાલયની PPPAC દ્વારા કુલ 647 કિલોમીટરના 6 ફ્રેઈટ રેલ પ્રોજેક્ટને Hybrid Annuity Model (HAM) હેઠળ મંજૂરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પ્રોજેક્ટની અંદાજિત કુલ બ્રિડ કિંમત ₹15,976 કરોડ હોવાનું જણાવાયું છે.

Indian Railways: HAM મોડલથી બનશે 6 ફ્રેઈટ રેલ પ્રોજેક્ટ

Indian Railways

આ પ્રોજેક્ટ હેઠળ નવી ફ્રેઈટ રેલ લાઈનોના નિર્માણમાં ખાનગી ક્ષેત્રની નાણાકીય ભાગીદારી રહેશે. આ મોડલને રેલવે ક્ષેત્રમાં ખાનગી મૂડીનો ઉપયોગ વધારવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.

મંજૂર થયેલા 6 પ્રોજેક્ટમાંથી ચાર ઓડિશામાં, એક તેલંગાણામાં અને એક ઝારખંડમાં હોવાનું જણાવાયું છે. આ લાઈનોનો હેતુ મુખ્યત્વે માલસામાનની અવરજવર માટે રેલ નેટવર્કને વધુ મજબૂત બનાવવાનો છે.

Indian Railways: ખાનગી કંપની 60%, રેલવે 40% ખર્ચ આપશે

Hybrid Annuity Model હેઠળ પ્રોજેક્ટના નિર્માણ માટે ખાનગી કંપની દ્વારા 60 ટકા ફાઈનાન્સિંગ કરવામાં આવશે. બીજી તરફ ભારતીય રેલવે દ્વારા પ્રોજેક્ટ ખર્ચના 40 ટકા ભાગને ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે.

આ મોડલથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં સરકાર પર એકસાથે પડતો નાણાકીય બોજ ઘટાડવાની સાથે ખાનગી ક્ષેત્રની મૂડી અને નિષ્ણાતીનો ઉપયોગ કરી શકાશે.

Indian Railways: નિર્માણ અને મેન્ટેનન્સમાં ખાનગી ભાગીદારી

HAM મોડલમાં ખાનગી કંપનીની ભૂમિકા મુખ્યત્વે પ્રોજેક્ટના નિર્માણ, ફાઈનાન્સિંગ અને નિર્ધારિત મેન્ટેનન્સ સાથે જોડાયેલી રહેશે. જોકે, તેનો અર્થ એ નથી કે ખાનગી કંપનીઓ આ ફ્રેઈટ રેલ લાઈનો પર પોતાની રીતે ટ્રેનો ચલાવશે.

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ભારતીય રેલવે દ્વારા કરવામાં આવશે.

Indian Railways: ટ્રેનો અને માલભાડાની આવક રેલવે પાસે રહેશે

આ પ્રોજેક્ટની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે લાઈન તૈયાર થયા બાદ ટ્રેનોનું સંચાલન ભારતીય રેલવે જ કરશે. ઉપરાંત, માલસામાનની હેરફેરમાંથી મળતી માલભાડાની આવક પણ રેલવે પાસે જ રહેશે.

અર્થાત્ ખાનગી કંપનીની ભાગીદારી મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા અને સંબંધિત જવાબદારીઓ સુધી મર્યાદિત રહેશે.

ઓડિશા, તેલંગાણા અને ઝારખંડમાં પ્રોજેક્ટ

Indian Railways

કુલ છ પ્રોજેક્ટમાંથી ચાર ઓડિશામાં, એક તેલંગાણામાં અને એક ઝારખંડમાં પ્રસ્તાવિત છે. આ વિસ્તારોમાં ઔદ્યોગિક અને ખનિજ આધારિત માલસામાનની અવરજવર માટે રેલ કનેક્ટિવિટીનું મહત્વ વધારે હોવાથી ફ્રેઈટ નેટવર્કને મજબૂત બનાવવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ બની શકે છે.

હવે કેબિનેટની અંતિમ મંજૂરી બાકી

PPPACની મંજૂરી બાદ હવે આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ પ્રોજેક્ટની આગળની પ્રક્રિયા શરૂ થઈ શકશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભરણપોષણ ચૂકવવામાં આનાકાની હવે નહીં ચાલે: સરકારી કર્મચારીના પગારમાંથી સીધી કપાત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments